દુનિયાની આ 5 બીમારીઓ છે સૌથી અજીબ, સાંભળીને નથી થતો વિશ્વાસ

દુનિયાની આ 5 બીમારીઓ છે સૌથી અજીબ, સાંભળીને નથી થતો વિશ્વાસ

07/20/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

દુનિયાની આ 5 બીમારીઓ છે સૌથી અજીબ, સાંભળીને નથી થતો વિશ્વાસ

દુનિયામાં ઘણા પ્રકારની બીમારીઓ છે. કેટલીક ખૂબ સામાન્ય છે, કેટલાક ખૂબ જ ગંભીર, કેટલીક બીમારીઓની સારવાર સરળતાથી થઇ શકે છે, જ્યારે કેટલીક બીમારીઓની સારવાર નથી અને જીવલેણ છે. તેમાંથી કેટલીક બીમારીઓ ખૂબ જ અજીબો-ગરીબ (World Weird Diseases) પણ છે. જેની બાબતે જાણ્યા બાદ લોકોના હોશ શકે. આ બીમારીઓને ખૂબ જ ખતરનાક પણ માનવામાં આવે છે. આજે અમે તમને એવી જ 5 વિચિત્ર બીમારીઓ બાબતે બતાવવા જઇ રહ્યા છીએ, જેની બાબતે ઘણા ઓછા લોકો જાણે છે.


1. ફોરેન એક્સેન્ટ સિન્ડ્રોમ

1. ફોરેન એક્સેન્ટ સિન્ડ્રોમ

આ બીમારીમાં વ્યક્તિ કોઇપણ ટ્રેનિંગ કે ક્લાસ વિના અંગ્રેજીની જેમ બોલી શકે છે. તે કોઇ પણ ભાષામાં સરળતાથી પોતાની વાત રાખી શકે છે. એવું મગજના સ્પીચવાળા હિસ્સામાં ઇજા થવાનાને કારણે થાય છે. આ એક પ્રકારની ન્યૂરોલોજીકલ બીમારી છે.


2. એલિસ ઇન વન્ડરલેન્ડ સિન્ડ્રોમ

2. એલિસ ઇન વન્ડરલેન્ડ સિન્ડ્રોમ

એલિસ ઇન વન્ડરલેન્ડ સિન્ડ્રોમ એક દુર્લભ ન્યૂરોલોજીકલ સ્થિતિ છે. તે પાંચેય ઇન્દ્રિયોને અસર કરે છે. તેનાથી મગજની સમજવા-વિચારવાની શક્તિ થોડા સમય માટે ખતમ થઇ જાય છે. તેનાથી ભ્રમ થવા લાગે છે. આ બીમારીની કોઇ સારવાર નથી.


3. પ્રોજેરિયા સિન્ડ્રોમ

3. પ્રોજેરિયા સિન્ડ્રોમ

અમિતાભ બચ્ચન 'પા' ફિલ્મમાં આ બીમારીથી પીડિત હતા. તેમાં બાળકો નાની ઉંમરમાં જ વૃદ્ધ દેખાવા લાગે છે. તેના ઘણા ઓછા કેસ જોવા મળે છે. આ બીમારીમાં હાડકાં નબળા, કિડની ફેઇલ, આંખો નબળી હોય શકે છે. તેની કોઇ સારવાર નથી. કેટલાક એક્સપર્ટ્સ માને છે કે આ બીમારીને જીવલેણ બનતી રોકી શકાય છે.


4. ફિશ ઓડર સિન્ડ્રોમ

4. ફિશ ઓડર સિન્ડ્રોમ

આ બીમારીમાં હંમેશા સડેલી માછલી જેવી દુર્ગંધ આવે છે. આ બીમારીની પણ કોઇ સારવાર નથી. જો કે એક્સપર્ટ્સનું માનવું છે કે ખાન-પાનમાં બદલાવ, સાબુ કે લોશનમાં ફેરફાર કરીને તેની અસરને અમુક અંશે ઘટાડી શકાય છે.


5. પાણીથી એલર્જી

5. પાણીથી એલર્જી

આપણા શરીરનો મોટા ભાગનો હિસ્સો પાણીથી બન્યો છે. છતાં કેટલાક લોકોને પાણીની એલર્જી હોય છે. આ સ્થિતિને Aquagenic Urticaria કહેવામાં આવે છે. આવા લોકો પાણીના સંપર્કમાં આવવાથી તેમના શરીર પર ફોલ્લીઓ થઇ જાય છે. આવા લોકો શાવર લઇ શકતા નથી કેમ કે તેમને એલર્જીની સમસ્યા થઇ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top