Surat: વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યાં, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Surat: વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યાં, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

01/07/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Surat: વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 6 લોકો દાઝ્યાં, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

Surat Gas Cylinder Blast: સુરતના પુણા ગામમાં વહેલી સવારે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાની મોટી દુર્ઘટના ઘટી હતી. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા 2 રૂમમાં આગ લાગી ગઇ હતી. ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાના કારણે સ્થાનિકો જાગી ગયા હતા. આ ઘટનામાં 6 લોકો દાઝી ગયા છે. તમામને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ માર્ફતે સ્મિમેર હૉસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. જેમાં ૩ લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમામને વધુ સારવાર માટે ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

આગને જોઇને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગ અને પોલીસની ટીમ પણ સ્થળ પર પહોંચી છે. સમગ્ર ઘટનાને લઇને ફાયર ઓફિસરે કહ્યું હતું કે, તમામ લોકો 30-40 ટકા દાઝી ગયા હતા. 6:44 વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને ફોન આવ્યો હતો. ત્યારબાદ બાદમાં કાપોદ્રા અને ડુંભાલ ફાયર વિભાગની 4 ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી.


વહેલી સવારે 6:00 વાગ્યે બ્લાસ્ટ થયો

વહેલી સવારે 6:00 વાગ્યે બ્લાસ્ટ થયો

મીડિયા રિપોર્ટ મુજબ, પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા (ઉંમર ૪૨ વર્ષ) પત્ની, 2 દીકરી અને એક દીકરા સાથે પુણા ગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસયારીમાં ભાડાના એક રૂમમાં  રહે છે. ગજેન્દ્રભાઈ રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છે. રાત્રે પરિવાર ઉંઘી ગયો હતો, ત્યારબાદ વહેલી સવારે 6:00 વાગ્યે અચાનક બ્લાસ્ટ થઇ ગયો હતો. બ્લાસ્ટને કારણે બારી-બારણાં પણ તૂટી ગયા હતા. ઈજાગ્રસ્ત લોકોની ઓળખ પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા, સોના ભદોરિયા, મોનિકા ભદોરિયા, જાનવી ભદોરિયા, અમાન ભદોરિયા, ગોપાલ ભદોરિયાના રૂપમાં થઇ છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top