"પપ્પા મને બચાવી લો.." સુરતથી ૯ વર્ષ પહેલા ગુમ થયેલ દીકરીનો ફોન આવ્યો અને...

"પપ્પા મને બચાવી લો.." સુરતથી ૯ વર્ષ પહેલા ગુમ થયેલ દીકરીનો ફોન આવ્યો અને...

09/21/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતના ઉન ગામેથી 9 વર્ષ પહેલા ગુમ થયેલી દીકરીને બનાસકાંઠામાં વેચી દેવામાં આવી હોવાનું સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. હાલ પોલીસે બનાસકાંઠાથી એક આરોપીને ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે. પોલીસની તપાસમાં મોટું કૌભાંડ બહાર આવી તેવી શક્યતા છે.


9 વર્ષ અગાઉ પિતાએ નોંધાવી હતી ફરિયાદ

મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ઉન ગામેથી 9 વર્ષ અગાઉ એક 14 વર્ષની સગીરા (જે સમયે ઘટના બની ત્યારે ઉંમર 14 વર્ષ હતી) લાપતા થઈ ગઈ હતી. જેથી સગીરાના પિતાએ જે-તે સમયે પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તે સમયે યુવતીના ઘર પાસે રહેવા આવેલા તેમની જ્ઞાતિના 37 વર્ષીય સમીરે તેનું અપહરણ કર્યું હોવાનું પિતાએ પોલીસ સ્ટેશનમાં જણાવ્યું હતું. જે ફરિયાદ નોંધાયા બાદ બંને લાપતા થઈ ગયા હતા.


યુવતીએ પિતાને ફોન કરતા ફૂટ્યો ભાંડો

યુવતીએ પિતાને ફોન કરતા ફૂટ્યો ભાંડો

આ ઘટનાના 9 વર્ષ બાદ દીકરીએ અચાનક પિતાને ફોન કર્યો હતો અને સમગ્ર હકીકત જણાવતા પિતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. દીકરીએ પિતાને ફોન કરી પોતાને સમીરે બનાસકાંઠાના એકગામમાં વેંચી દીધી હોવાની હકીકત જણાવી હતી. દીકરીના ફોન બાદ તેના પિતા સીધા સચિન GIDC પોલીસ મથકે પહોંચ્યા હતા અને પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી.   


અપહરણ કરી બનાસકાંઠા લઈ ગયો હતો સમીર

અપહરણ કરી બનાસકાંઠા લઈ ગયો હતો સમીર

જે બાદ પોલીસની ટીમે બનાસકાંઠાના એક ગામમાં દરોડો પાડી બાદરા પોપટ કુડેચા નામના યુવકને ઝડપી પાડ્યો હતો. આરોપી બાદરા પોપટ કુડેચા નામના શખ્સ સાથે આ દીકરી 8 વર્ષથી પત્ની તરીકે રહેતી હતી. આ તકે દીકરીએ પોલીસને જણાવ્યું હતું કે, સમીરે તેનું અપહરણ કર્યું હતું, તે તેને બનાસકાંઠા લઈ ગયો હતો. જ્યાં ખેમાં નામના દલાલને વેચી દીધી હતી. ખેમાએ 20 દિવસ બાદ તેને દોઢ લાખમાં બાદરા પોપટ કુડેચાને વેંચી દીધી હતી. હાલ પોલીસે બાબરા કુડેચાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top