ઈમરાનખાનને મોટી રાહત' ખાન અને તેની પત્નીની 14 વર્ષની સજા માફ! સજામાંથી તો બચી ગયો પરંતુ 10 વર્ષ સુધી...
પાકિસ્તાનમાં ચર્ચાસ્પદ તોશાખાના કેસમાં 14 વર્ષની સજા ભોગવી રહેલા પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાનખાનને આજે ઈસ્લામાબાદ હાઈકોર્ટે મોટી રાહત આપી છે. ઈસ્લામાબાદ હાઈકોર્ટે ઈમરાન ખાન અને તેની પત્ની બુશરા બીબીને આપવામાં આવેલી 14 વર્ષની સજાને સ્થગિત કરી દીધી છે.
ઈસ્લામાબાદ હાઈકોર્ટે આજે સોમવારે તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને આપવામાં આવેલી 14 વર્ષની સજાને સ્થગિત કરી દીધી છે. સામાન્ય ચૂંટણી પહેલા પાકિસ્તાનની નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરો કોર્ટે બંનેને આ સજા સંભળાવી હતી. માત્ર એક દિવસ પછી, બંનેને લગ્ન સંબંધિત કેસમાં અલગથી સાત વર્ષની વધારાની કેદની સજા ફટકારવામાં આવી હતી. કોર્ટના આદેશને કારણે ઈમરાન ખાન સજામાંથી તો બચી ગયો છે,પરંતુ તે અને તેની પત્ની બુશરા આગામી 10 વર્ષ સુધી કોઈ જાહેર પદ પર રહી શકશે નહીં.
ઈસ્લામાબાદની નેશનલ એકાઉન્ટેબિલિટી બ્યુરોએ ઈમરાન અને તેની પત્ની બુશરાબીબીને દોષિત ઠેરવ્યા હતા. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે પીએમ તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન, ઈમરાનખાન અને તેમની પત્નીએ વિવિધ રાજ્યના વડાઓ અને વિદેશી મહાનુભાવો પાસેથી 108 ભેટો મેળવી હતી. કોર્ટના ચુકાદા અનુસાર, ઈમરાન ખાન અને તેની પત્ની 10 વર્ષ સુધી કોઈ જાહેર પદ પર રહી શકશે નહીં અને બંનેને 787 મિલિયન પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ અલગથી ચૂકવવો પડશે. ઈસ્લામાબાદ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ આમર ફારુકે કહ્યું કે સજા સામેની અપીલ પર સુનાવણી ઈદની રજાઓ પછી નક્કી કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp