એક ઔર ગુંડાને ઉડાવ્યો! લખનૌ કોર્ટ પરિસરમાં જ ડૉન મુખ્તાર અન્સારીના સાથીદાર ‘જીવા’ને ઢાળી દેવાયો

એક ઔર ગુંડાને ઉડાવ્યો! લખનૌ કોર્ટ પરિસરમાં જ ડૉન મુખ્તાર અન્સારીના સાથીદાર ‘જીવા’ને ઢાળી દેવાયો!

06/07/2023 National

SidhiKhabar

SidhiKhabar

એક ઔર ગુંડાને ઉડાવ્યો! લખનૌ કોર્ટ પરિસરમાં જ ડૉન મુખ્તાર અન્સારીના સાથીદાર ‘જીવા’ને ઢાળી દેવાયો

Lucknow Court Shootout : હજી સોમવારે ખૂંખાર ડૉન મુખ્તાર અન્સારીને આજીવન કેદની સજા થઇ છે, ત્યાં આજે એના એક સાથીદાર સંજીવ મહેશ્વરી ઉર્ફે ‘જીવા’ને કોર્ટ પરિસરમાં જ ગોળી મારી દેવામાં આવી છે. જે રીતે અતિક અહેમદ અને એના ભાઈને પોઈન્ટ બ્લેન્ક રેન્જથી ઢાળી દેવાયેલા, કંઈક એ જ પ્રકારે જીવાને પણ ઉડાવી દેવાયો છે!


હત્યારાઓ વકીલના ડ્રેસમાં આવ્યા અને...

હત્યારાઓ વકીલના ડ્રેસમાં આવ્યા અને...

રાજધાની લખનૌની કોર્ટમાં બુધવારે બપોરે ગેંગસ્ટર સંજીવ મહેશ્વરી ઉર્ફે 'જીવા'ની અજાણ્યા હથિયારધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. ફાયરિંગ દરમિયાન એક બાળકીને પણ ગોળી વાગી હતી. હત્યારો વકીલના ડ્રેસમાં હતો. તેની ઓળખ કેરાકટ જિલ્લાના જૌનપુરના રહેવાસી વિજય શ્યામા યાદવતરીકે થઈ છે. પોલીસ હાલ તપાસ કરી રહી છે. હુમલામાં એક કોન્સ્ટેબલ લાલ મોહમ્મદ પણ ઘાયલ થયો હતો. હુમલામાં ઘાયલ થયેલી દોઢ વર્ષની બાળકીને બલરામપુર હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

હુમલાખોરોએ વકીલોનો વેશ ધારણ કર્યો હતો અને કોર્ટ પરિસરની બહાર જીવાને શૂટ કર્યો હતો. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે.


કોણ હતો સંજીવ જીવા?

કોણ હતો સંજીવ જીવા?

સંજીવનું ક્રાઈમ સામ્રાજ્ય વિશાળ હતું. તેની ગેંગમાં 36 લોકો કામ કરતા હતા. એકલા સંજીવ વિરુદ્ધ યુપી અને ઉત્તરાખંડમાં 23 કેસ નોંધાયા હતા. તેની સામે મુઝફ્ફરનગર, શામલી, ગાઝીપુર, ફારુખાબાદ અને હરિધરમાં હત્યા, લૂંટ, લૂંટ, અપહરણ, ખંડણી અને બનાવટના કેસ નોંધાયા હતા. તેની ગેંગના સભ્યો ડબલ બેરલ ગન અને પિસ્તોલનો ઉપયોગ કરતા હતા. ગેંગસ્ટર સંજીવ પૂર્વાંચલ ભાજપના ધારાસભ્ય બ્રહ્મદત્ત દ્વિવેદીની હત્યાનો આરોપી હતો.


જીવાની હત્યા થતા અખિલેશ યાદવ ફરી નિવેદનબાજીમાં ઉતર્યા!

જીવાની હત્યા થતા અખિલેશ યાદવ ફરી નિવેદનબાજીમાં ઉતર્યા!

થોડા સમય પહેલા જ ખૂંખાર ગેન્ગસ્ટર અતિક અહેમદની હત્યા થઇ ત્યારે સામાન્ય પ્રજાએ રાહતનો શ્વાસ લીધો હતો. અ રીતે કોઈ પણ વ્યક્તિને સરાજાહેર ગોળી મારી દેવામાં આવે, એ પ્રશાસન અને સરકાર માટે સારી બાબત નથી જ. પરંતુ ક્યારેક આખી સિસ્ટમને ગજવે ઘાલીને ફરનારા ખૂંખાર ગુનેગારોને જ્યારે કાયદાકીય રસ્તે સજા આપવાને બદલે આ રીતે જાહેરમાં ઉડાવી દેવાય, ત્યારે સામાન્ય પ્રજાને એમાં ‘કવિ ન્યાય’ અથવા ‘કુદરતનો ન્યાય’ દેખાતો હોય છે. પરંતુ રાજકારણીઓની વાત નિરાળી છે. સહુ જાણે છે એમ અતિક અહેમદને અખિલેશ યાદવની સમાજવાદી પાર્ટીનું સંરક્ષણ મળતું રહ્યું હતું. આવું જ કંઈક મુખ્તાર અન્સારીના કેસમાં પણ હતું.

આથી જ્યારે અતિકની હત્યા વખતે અખિલેશ યાદવે ઉ.પ્રદેશની યોગી સરકાર સામે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉઠાવ્યા ત્યારે મોટા ભાગના લોકો એમની વિરુદ્ધમાં હતા. તેમ છતાં આજે મુખ્તારના સાથીદાર એવા જીવાની હત્યા થઇ ત્યારે અખિલેશ યાદવે ફરી સરકાર સામે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉઠાવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top