લો બોલો, જેની કોમેડી પર તમે ફિદા હતા, એ અદાકાર પાસે આજે કામ નથી! મોટા મોટા સ્ટાર્સ સાથે કરી છે

લો બોલો, જેની કોમેડી પર તમે ફિદા હતા, એ અદાકાર પાસે આજે કામ નથી! મોટા મોટા સ્ટાર્સ સાથે કરી છે ગજ્જબ કોમેડી!

08/05/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

લો બોલો, જેની કોમેડી પર તમે ફિદા હતા, એ અદાકાર પાસે આજે કામ નથી! મોટા મોટા સ્ટાર્સ સાથે કરી છે

Bollywood news: બોલીવુડની વાત નિરાળી છે. અહીં કોણ ક્યારે સ્ટાર બી જાય અને કોણ ક્યારે કશા કારણ વિના ફેંકાઇ જાય, એનું નક્કી નહિ. આજે એક એવા જ અદાકારની વાત કરવાની છે, જેણે અનેક મોટા સ્ટાર્સ, મોટા ડિરેક્ટર્સ અને બીગ બજેટની ફિલ્મોમાં કામ કર્યું છે. એમની કેટલીય ફિલ્મો સુપરહિટ રહી છે, અને દર્શકો એમની કોમેડી પર પેટ દુખી જાય એટલું હસ્યા છે. પણ હાલમાં આ ગુજરાતી કલાકાર પાસે બોલીવુડમાં કોઈ કામ જ નથી! એમણે અનેક સિરિયલ્સમાં કામ કર્યું હોવા છતાં આજે ત્યાંથી પણ કોઈ રોલ મળી નથી રહ્યો.


મોટા ગજાનો કલાકાર આર્થિક સંકટમાં? આ રીતે ચાલે છે ગુજરાન!

મોટા ગજાનો કલાકાર આર્થિક સંકટમાં? આ રીતે ચાલે છે ગુજરાન!

ટીકુ તલસાનિયા બોલીવુડના જાણીતા અભિનેતા છે. તેમણે પોતાના રોલથી લોકોને ખૂબ હસાવ્યા છે. ટીકુ આજે પણ પોતાની અલગ સ્ટાઈલ માટે જાણીતો છે. તેમણે ફિલ્મ વક્ત હમારા હૈમાં ગંભીર ભૂમિકા ભજવીને સૌને ચોંકાવી દીધા હતા. તે પછી, ટીકુએ સંજય લીલા ભણસાલીની દેવદાસમાં પોતાના રોલથી બધાનું દિલ જીતી લીધું. પરંતુ હવે ટીકુ આર્થિક સંકટનો સામનો કરી રહ્યો છે. તેણે જણાવ્યું કે તેની પાસે લગભગ 5 વર્ષથી કામ નથી. આ વાતનો ખુલાસો તેણે એક ઈન્ટરવ્યુમાં કર્યો છે.

ટીકુએ થોડા સમય પહેલા પોતાના બેરોજગાર હોવાની વાત કરી હતી. હવે પિંકવિલાને આપેલા એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે બેરોજગાર હોવાનો અર્થ એ છે કે તેને સારી નોકરી મળતી નથી.

ટીકુએ જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી તે થિયેટર કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. તેણે કહ્યું કે હું ઘણા સમયથી મેકર્સ અને પ્રોડ્યુસર્સ પાસેથી કામ માંગી રહ્યો છું. પરંતુ આજ સુધી તેને કોઈએ ઓફર આપી નથી કે કોઈએ તેનો સંપર્ક કર્યો નથી. મારી ક્ષમતા પર શંકા ન કરો. મારે કામ કરવું છે.


કોમેડી તો બહુ કરી... હવે આવું કરવું છે!

કોમેડી તો બહુ કરી... હવે આવું કરવું છે!

ટીકુએ જણાવ્યું કે તેણે ઘણી કોમેડી ભૂમિકાઓ ભજવી છે પરંતુ હવે તે વિલનની ભૂમિકા ભજવવા માંગે છે. હું ઇચ્છું છું કે જો નિર્માતાઓ મને કોઈપણ રોલ માટે સંપર્ક કરી રહ્યા છે, તો તે વિલનનો હોવો જોઈએ. નિર્માતાઓ વિચારતા હશે કે તેઓ આ નિર્દોષ દેખાતા માણસને વિલન બનાવીને શું કરશે. પરંતુ એવું નથી, હું નકારાત્મક પાત્રો પણ સારી રીતે ભજવી શકું છું.

તમને જણાવી દઈએ કે ટીકુ પ્યાર કે દો પલ, દિલ હૈ કી માનતા નહિ, ઉમર 55ની દિલ બચપન કા, બોલ રાધા બોલ, અંદાજ અપના અપના જેવી ફિલ્મોમાં કોમિક રોલ કરવા માટે જાણીતો છે.જ્યારે અત્યારે હાલમા ટીકુ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી તેમની પાસે કોઈ કામ નથી તેઓ ને મેકર્સ દ્વારા પણ કોઈ રોલ માટે ઓફર મળી રહી નથી. હવે એવામાં ટીકુએ તાજેતરમાં આપેલા પોતાના એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો કે તેઓ છેલ્લા ઘણા સમયથી થીયેટર કરીને પોતાનું ઘર ચલાવી રહ્યા છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top