South Blockbuster Movies In 2024: આ વર્ષે સાઉથની 5 ફિલ્મોએ ધૂમ મચાવી છે, એક તો અત્યારે પણ થિયેટરમાં ધૂમ પૈસા છાપી રહી છે
5 South Blockbuster Movies In 2024: સાઉથની ફિલ્મોનો ક્રેઝ માત્ર સાઉથ પૂરતો મર્યાદિત નથી. ઉત્તર ભારતના લોકો દક્ષિણની ફિલ્મોને અપાર પ્રેમ આપી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં એવું પણ જોવા મળ્યું છે કે સાઉથની ફિલ્મો નોર્થ સાઇડમાં મોટી કમાણી કરી રહી છે. અહીં પુષ્પા 2નું નામ લેવું બિલકુલ ખોટું નહીં હોય, જે ઓપનિંગ ડે પર અન્ય ભાષાઓની સરખામણીમાં હિન્દી ભાષામાં સૌથી વધુ કમાણી કરનાર પ્રથમ ફિલ્મ બની છે. આ વર્ષે 2024માં દક્ષિણની ઘણી ફિલ્મો રીલિઝ થઈ હતી જેને દર્શકોએ ખૂબ પસંદ કરી. હવે આ ફિલ્મો OTT પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. તો ચાલો જાણીએ આ વર્ષે આવેલી 5 શ્રેષ્ઠ ફિલ્મો વિશે.
સાઉથના સુપરસ્ટાર વિજય સેતુપતિ, અનુરાગ કશ્યપ, મમતા મોહનદાસ અને સચાના નામીદાસ અભિનીત ફિલ્મ 'મહારાજા' આ વર્ષે જૂન 2024માં રીલિઝ થઈ હતી. હવે આ ફિલ્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. લગભગ 20 કરોડ રૂપિયાના બજેટવાળી વિજય સેતુપતિની આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર 83.5 કરોડ રૂપિયાનું ગ્રૉસ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મને ખૂબ પસંદ કરવામાં આવી હતી.
સાઉથના સુપરસ્ટાર પ્રભાસ, દીપિકા પાદુકોણ, અમિતાભ બચ્ચન અને કમલ હાસન અભિનીત ફિલ્મ 'કલ્કી 2898 AD' આ વર્ષે જૂન 2024માં સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. આ ફિલ્મે વિશ્વભરમાં ધૂમ મચાવી દીધી અને બૉક્સ ઓફિસ પર રૂ. 767.25નું ગ્રૉસ કલેક્શન કરીને ઘણી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે આ ફિલ્મ પ્રાઇમ વીડિયો પર ઉપલબ્ધ છે.
રાજકુમાર પેરિયાસામી દ્વારા નિર્દેશિત ફિલ્મ 'અમરન' આ વર્ષે ઓક્ટોબર 2024માં સિનેમાઘરોમાં રીલિઝ થઈ હતી. આશરે રૂ. 130 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મે બૉક્સ ઓફિસ પર રૂ. 253.44 કરોડનું કલેક્શન કર્યું હતું. શિવકાર્તિકેયન અને સાઈ પલ્લવી અભિનીત, આ ફિલ્મ શહીદ મેજર મુકુંદ વરદરાજનની બાયોપિક છે, જે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે.
આ વર્ષે એપ્રિલ 2024માં રીલિઝ થયેલી કૉમેડી-એક્શન ફિલ્મ 'આવેશમ'ને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો. આ મલયાલમ ફિલ્મ લગભગ રૂ. 30 કરોડના બજેટમાં બની હતી, જેણે બૉક્સ ઓફિસ પર રૂ. 98.79 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મમાં ફહાદ ફાસિલ, પૂજા મોહનરાજ અને મિથુન જયશંકર જેવા કલાકાર છે. આ ફિલ્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટાર પર ઉપલબ્ધ છે.
સાઉથના સુપરસ્ટાર અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ 'પુષ્પા 2: ધ રૂલ' આ મહિને 5 ડિસેમ્બર, 2024ના રોજ રીલિઝ થઈ છે, જે હજુ પણ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. સેકનિલ્કના અહેવાલ મુજબ, ફિલ્મે તેની રીલિઝના 18મા દિવસે 33.25 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે, જે કુલ કલેક્શન 1062.9 કરોડ રૂપિયા પર પહોંચી ગયું છે. પુષ્પા 2નું વર્લ્ડ વાઇડ કલેક્શન રૂ. 1,700 કરોડને પાર પહોંચી ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પુષ્પા 2 નેટફ્લિક્સ પર અગામી વર્ષે જાન્યુઆરી 2025માં સ્ટ્રીમ થઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp