RJ Death: ફેમસ RJનું નિધન, લાખો ચાહકોને ઝટકો લાગ્યો, છેલ્લી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

RJ Death: ફેમસ RJનું નિધન, લાખો ચાહકોને ઝટકો લાગ્યો, છેલ્લી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

12/27/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

RJ  Death: ફેમસ RJનું નિધન, લાખો ચાહકોને ઝટકો લાગ્યો, છેલ્લી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

RJ Simran Death: RJ સિરમનનું ગુરુગ્રામમાં મોત થઇ થયું છે. તેના મોતના સમાચાર મળતા જ સર્વત્ર શોકનો માહોલ છે. માહિતી મળ્યા બાદ ગુરુગ્રામ પોલીસ તપાસમાં લાગી ગઇ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 6 લાખથી વધુ ફોલોઅર્સ છે. તે અગાઉ તે પ્રખ્યાત એક રેડિયો જોકી રહી ચૂકી છે, જ્યારે હવે તે ફ્રીલાન્સર હોવાનું કહેવામાં આવે છે.

મળતી માહિતી મુજબ ગઇકાલે તેના જ ફ્લેટમાં તેનું મોત થઇ ગયું હતું. પ્રાથમિક તપાસમાં આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. તેનો મૃતદેહ ફાંસીના ફંદા પર લટકતો મળી આવ્યો હતો. તેનો મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો છે. તે જમ્મુની રહેવાસી હતી. તે અહીં એક મિત્ર સાથે રહેતી હતી, તેણે જ પોલીસને જાણ કરી હતી.


RJ સિમરન ગુરુગ્રામમાં રહેતી હતી

RJ સિમરન ગુરુગ્રામમાં રહેતી હતી

સેક્ટર 47માં તેના ફ્લેટમાંથી RJ સિરમનની લાશ મળી આવી હતી. હાલ પોલીસ તપાસ કરી રહી છે અને મોત પાછળનું કારણ શોધી રહી છે. RJ સિમરન રેડિયોની દુનિયામાં જાણીતું નામ હતું. લોકો તેના અવાજના દીવાના હતા અને તેણે પોતાના ચાહકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી હતી. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ રહેતી હતી.


છેલ્લી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

છેલ્લી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ

તેના મોતની જાણ થતા જ ઇન્સ્ટાગ્રામ પર તેની છેલ્લી પોસ્ટ ઝડપથી વાયરલ થઇ રહી છે. તેની છેલ્લી પોસ્ટ એક વીડિયો છે, જેમાં તે પંજાબીમાં પોતાના વિચારો શેર કરતી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ ખૂબ જ ભાવનાત્મક લાગે છે. ચાહકો આ વીડિયો પર કોમેન્ટ કરીને તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

View this post on Instagram

A post shared by RJ SIMRAN (@rjsimransingh)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top