Video: અલ્લૂ અર્જૂનના ફેન્સ માટે માઠા સમાચાર, પોલીસે એક્ટરની કરી ધરપકડ, જાણો શું છે મામલો

Video: અલ્લૂ અર્જૂનના ફેન્સ માટે માઠા સમાચાર, પોલીસે એક્ટરની કરી ધરપકડ, જાણો શું છે મામલો

12/13/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

Video: અલ્લૂ અર્જૂનના ફેન્સ માટે માઠા સમાચાર, પોલીસે એક્ટરની કરી ધરપકડ, જાણો શું છે મામલો

Allu Arjun arrested: ફિલ્મ 'પુષ્પા-2' અને અલ્લૂ અર્જૂનની લોકપ્રિયતા એટલી વધી ગઈ છે કે લોકો તેની એક ઝલક જોવા આતુર રહે છે. આ અનુસંધાને, તેઓ પોતાની ફિલ્મોના પ્રમોશન માટે અલગ-અલગ જગ્યાએ જતા હતા અને તે જ ક્રમમાં તેઓ સંધ્યા થિયેટરમાં પણ પહોંચ્યા હતા. કદાચ તેમને અંદાજ પણ નહોતો કે અહીં આટલી ભીડ હશે. પરંતુ અહીં ભારે ભીડ એકઠી થઈ ગઈ, જેના કારણે આ દુ:ખદ ઘટના બની.


અલ્લૂ અર્જૂનની ધરપકડ

અલ્લૂ અર્જૂનની ધરપકડ

આ અકસ્માત બાદથી જ તે (અલ્લૂ અર્જૂન) પીડિત પરિવારને મદદ કરી રહ્યો છે. તેણે આ અકસ્માત અંગે દુઃખ પણ વ્યક્ત કર્યું હતું અને પીડિત પરિવારને આર્થિક મદદ અને સારવારનું વચન આપ્યું હતું. અલ્લૂ અર્જૂને પરિવારને 25 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી હતી. હવે હૈદરાબાદના સંધ્યા થિયેટર કેસમાં સાઉથના સુપરસ્ટાર અને 'પુષ્પા 2' એક્ટર અલ્લૂ અર્જૂન વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તેની ધરપકડ કરી છે.

View this post on Instagram

A post shared by SidhiKhabar (@sidhikhabar)

4 ડિસેમ્બરે ફિલ્મની સ્ક્રીનિંગ દરમિયાન થિયેટરમાં નાસભાગ મચી ગઈ હતી, જેમાં 35 વર્ષીય એક મહિલાનું મોત થઇ ગયું હતું અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. પોલીસે આ ઘટના માટે અલ્લૂ અર્જૂન અને થિયેટર મેનેજમેન્ટ સામે કેસ નોંધ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top