આધાર અને પાન કાર્ડનો ડેટા લીક કરતી વેબસાઇટ બ્લોક, સરકારની મોટી કાર્યવાહી
કેન્દ્ર સરકારે આધાર કાર્ડ અને પાન કાર્ડ ડેટા લીક કરતી 3 વેબસાઇટને બ્લોક કરી દીધી છે. સૂત્રોનું કહેવું છે કે આ વેબસાઇટ સ્ટાર હેલ્થનો લીક થયેલો ડેટા પોતાની વેબસાઇટ પર બતાવી રહી હતી. આધાર ઓથોરિટીએ આ વેબસાઇટ્સ સામે FIR પણ નોંધાવી છે. તાજેતરમાં સ્ટાર હેલ્થના 3 કરોડથી વધુ લોકોનો અંગત ડેટા લીક થયો છે. સ્ટાર હેલ્થે હેકર, ટેલિગ્રામ અને તેની સાથે સંકળાયેલા અન્ય લોકો વિરુદ્ધ પણ FIR દાખલ કરી છે.
નિષ્ણાતોનું માનવું છે કે આ ડેટા લીકને રોકવું શક્ય નથી. તેને અન્ય વેબસાઇટ પર સરળતાથી અપલોડ કરી શકાય છે. તે VPNનો ઉપયોગ કરીને જોઇ શકાય છે. ડેટા અન્ય ચેટબોટ્સ અને વેબસાઇટ્સમાં દાખલ કરી શકાય છે. નવા ડેટા પ્રોટેક્શન એક્ટ હજૂ અમલમાં નથી આવ્યો. આ વેબસાઇટ્સ પર દેશના નાગરિકોના આધાર કાર્ડ અને પાન કાર્ડના ડેટા લીક કરવાનો આરોપ છે. જેના સંદર્ભે આ કાર્યવાહી કરવામાં આવી છે. ડેટા લીકની આ ઘટનાએ લોકોની ચિંતા વધારી દીધી છે.
આ વર્ષે જાન્યુઆરીમાં એ વાત સામે આવી હતી કે 75 કરોડ ભારતીય ટેલિકોમ યુઝર્સ હેકર્સના નિશાના પર છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઇને ભારતીય ટેલિકોમ વિભાગે ટેલિકોમ કંપનીઓને સિસ્ટમનું ઓડિટ કરવા કહ્યું હતું. તેની પાછળ, હેકર્સ પાસે યુઝર્સના ફોન નંબર અને આધાર કાર્ડ જેવી વિગતોની ઍક્સેસ હોવાનું બહાર આવ્યું હતું. CloudSEK (સાયબર સિક્યોરિટી ફર્મ) એ દાવો કર્યો હતો કે હેકર્સના એક જૂથે ભારતીય મોબાઇલ નેટવર્કના ગ્રાહકોનો મોટો ડેટાબેઝ ડાર્ક વેબ પર વેચાણ માટે નાખી દીધો. તેને વેચવા માટે 3 હજાર ડોલરની માંગ કરી રહ્યા છે. ડેટાસેટમાં 85 ટકા ભારતીય યુઝર્સના ડેટા હોઇ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp