બુટલેગર સાથે નાચતા હોવાનો વીડિયો વાયરલ થતા AAPના ધારાસભ્યની ચોખવટ, બોલ્યા- તે ભાજપ..
Chaitar Vasava: હાલમાં જ આમ આદમી પાર્ટી (AAP)ના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં તેઓ કોઈ લગ્ન પ્રસંગમાં નાચી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ચૈતર વસાવા કોસંબાના કુખ્યાત બુટલેગર બુધા ઉર્ફે બુધિયો સાથે નાચી રહ્યા છે.
મળતી માહિતી મુજબ, સુરતમાં આયોજિત એક લગ્નમાં ચૈતર વસાવાએ હાજરી આપી હતી. અમરોલીમાં આયોજિત સાથી મિત્રની બહેનનાં લગ્ન પ્રસંગમાં ચૈતર વસાવાએ હાજરી આપી હતી. આ દરમિયાન ચૈતર વસાવા અન્ય એક વ્યક્તિ સાથે ડાન્સ કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ વ્યક્તિ બુટલેગર હોવાનો દાવો કરવામાં આવી રહ્યો હતો. હવે વીડિયોને લઇને ચૈતર વસાવાએ ચોખવટ કરી દીધી હતી. તેમણે ભાજપ પર બદનામ કરવાનો આરોપ લગાવ્યો છે.
આ મામલે ચૈતર વસાવાએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, આ વ્યક્તિ સાથે તેમનો કોઇ સબંધ નથી અને તેઓ તેને ઓળખતા પણ નથી. બેઠો હતો એ દરમિયાન પોતે કન્યાએ આવીને તેમની સાથે 5 મિનિટ સુધી નાચવા કહ્યું હતું. ત્યારે નાચવા દરમિયાન ઘણા લોકો તેમની સાથે ફોટો પડાવવા અને વીડિયો બનાવવા માટે આવી રહ્યા હતા. આ દરમિયાન આ વ્યક્તિ તેમની સાથે ડાન્સમાં જોડાઈ ગયો હતો. તેઓ આ વ્યક્તિની ઓળખથી અજાણ છે. અમે હંમેશાં દારૂબંધીની પહેલ કરતા આવ્યા છીએ અને દારૂના ધંધામાં સંડોવાયેલા કોઈ પણ વ્યક્તિનો વિરોધ કરી છીએ છે.
તેમણે વધુમાં કહ્યું કે, અત્યારે મેં આ વ્યક્તિને જાણવાનો પ્રયાસ કર્યો તો તે ભાજપનો સક્રિય સભ્ય છે. ગણપતભાઇ વસવા, કુંવરજી હળપતિ અને સુરતના મોટા નેતાઓ સાથે તેના પણ સારા સંબંધો છે. અને તેના એકાઉન્ટમાં તેના ફોટો પણ છે. મારી આ અજાણતામાં ભૂલ થઇ છે જે હું મીડિયા સમક્ષ ધ્યાન દોરવા માગું છું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp