Gujarat Rain Forecast: આજે ‘સાંબેલાધાર ખાબકશે? આ 10 જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ આગાહી! કયા જિલ્

Gujarat Rain Forecast: આજે ‘સાંબેલાધાર ખાબકશે? આ 10 જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ આગાહી! કયા જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ છે, જાણો

06/25/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat Rain Forecast: આજે ‘સાંબેલાધાર ખાબકશે? આ 10 જિલ્લાઓમાં વરસશે ભારે વરસાદ આગાહી! કયા જિલ્

Gujarat Rain Forecast: સોમવારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી એ પછી અહીંના વાતાવરણમાં પલટો આવ્યો છે. ગરમી ઓછી થઇ છે, તેમ છતાં બફારા માં કોઈ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી. થોડા દિવસો સુધી નિયમિત વરસાદ પડતો રહેશે તો જ લોકોને બફારામાંથી રાહત મળશે એવું લાગી રહ્યું છે. આ દરમિયાન પોતાની મોસમી આગાહીઓ માટે જાણીતા અંબાલાલે અમુક સ્થળે 10 ઈંચ જેટલા સાંબેલાધાર વરસાદની આગાહી પણ કરી છે, જેને પગલે ચિંતાનું મોજું ફરી વળ્યું છે! આ દરમિયાન આજે, મંગળવાર 25 જૂનને દિવસે હવામાન વિભાગની આગાહી શું છે, એ જાણીએ.


હવામાન વિભાગ શું કહે છે?

હવામાન વિભાગ શું કહે છે?

રાજ્યના 10 જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે અનુમાન  વ્યક્ત કર્યું છે. સૌરાષ્ટ્રના ત્રણ, દક્ષિણ ગુજરાતના પાંચ, તો ઉત્તર ગુજરાતના બે જિલ્લામાં ભારે વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં આજે ભારે વરસાદ વરસી શકે છે. તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં વરસાદનું ઓરેન્જ અને સાબરકાંઠા જિલ્લા માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું  છે. છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી  વ્યક્ત કરી છે. તો સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદનું અનુમામ છે. સોમવારે સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરી. જામજોધપુરમાં પાંચ, લાલપુરમાં ત્રણ, તો કલ્યાણપુર અને કાલાવડમાં બે બે ઈંચ વરસાદ વરસ્યો. સોમવારે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી.  ડાંગમાં અઢી, સુરતમાં બે ઈંચ, વલસાડમાં પોણા બે ઈંચ વરસાદ વરસ્યો.. તો જાંબુઘોડામાં ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.


અંબાલાલની ‘સાંબેલાધાર’ આગાહી!

અંબાલાલની ‘સાંબેલાધાર’ આગાહી!

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, વરસાદથી વંચિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની શક્યતા છે. વડોદરા, છોટાઉદેપુર અને આણંદ જેવા શહેરોમાં ભારે વરસાદ થઈ શકે છે.

અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ યથાવત રહેવાની શક્યતા છે. આ વિસ્તારોમાં ત્રણથી ચાર ઈંચ જેટલો વરસાદ થઈ શકે છે. 28 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પણ થઈ શકે છે. તાપી અને સાબરમતી નદીમાં પાણીની વિપુલ માત્રામાં આવક થવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના પાણીના બંધોમાં પણ પાણીની આવક વધશે. 28 જૂનથી 5 જુલાઈ સુધીમાં રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જુલાઈના અંત સુધીમાં કેટલાક વિસ્તારોમાં 10 ઈંચ સુધી વરસાદ થઈ શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top