અનિલ દેશમુખ બાદ મહારાષ્ટ્રમાં વધુ એક નેતા પર હુમલો, માથામાં થઇ ઈજા, પોલીસ કરી રહી છે તપા

અનિલ દેશમુખ બાદ મહારાષ્ટ્રમાં વધુ એક નેતા પર હુમલો, માથામાં થઇ ઈજા, પોલીસ કરી રહી છે તપાસ

11/19/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

અનિલ દેશમુખ બાદ મહારાષ્ટ્રમાં વધુ એક નેતા પર હુમલો, માથામાં થઇ ઈજા, પોલીસ કરી રહી છે તપા

મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખની કાર પર હુમલા બાદ વધુ એક નેતા પર હુમલો થયો છે. સોમવારે સાંજે છત્રપતિ સંભાજીનગરના ગંગાપુર વિધાનસભા ક્ષેત્રમાં અપક્ષ ઉમેદવાર સુરેશ સોનાવણેની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના સાંજે 7:30 વાગ્યે બની હતી. સોનાવણેને માથામાં સામાન્ય ઈજા થઈ છે. પોલીસ ડેપ્યુટી કમિશનર નીતિન બાગટેએ જણાવ્યું હતું કે વલુજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના લાંજી ગામમાં એક અજાણ્યા ઇસમે પથ્થરમારો કર્યો હતો. તેમને તાત્કાલિક સહાયતા આપવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે આ અગાઉ પૂર્વ ગૃહમંત્રી અને શરદ પવાર જૂથના નેતા અનિલ દેશમુખની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાના કારણે તેના માથામાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેમને હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ હુમલો કોણે કર્યો તેની માહિતી મળી શકી નથી. તમને જણાવી દઈએ કે સોમવારે મહારાષ્ટ્ર ચૂંટણી 2024ના પ્રચારનો અંતિમ દિવસ હતો. એવામાં સાંજે 5:00 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થયા બાદ તેઓ પુત્ર સાથે નાગપુર પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ તેમની કાર પર પથ્થરમારો કર્યો હતો.


દેશમુખ પર સોમવારે સાંજે હુમલો થયો હતો

દેશમુખ પર સોમવારે સાંજે હુમલો થયો હતો

દેશમુખ કારની પાછળની સીટ પર બેઠા હતા, તો કાંચ ખુલ્લા હતા, ત્યારે તેમના માથા પર એક પથ્થર આવી પડ્યો હતો. જેના કારણે લોહી વહેવા લાગ્યું હતું. તેના 2 દિવસ અગાઉ જન સુરાજ્ય પાર્ટીના નેતા અને કરીવર વિધાનસભાના ઉમેદવાર સંતાજી ઘોરપડે પર પણ જીવલેણ હુમલો થયો હતો. તેમની કાર પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેના કારણે તેમના હાથ અને માથામાં ઈજા થઈ હતી. હુમલા બાદ હુમલો કરનારા અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસ ત્રણેય કેસની તપાસ કરી રહી છે.

2024ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચારના અંતિમ દિવસે ભારે તણાવ હતો. સાંજ સુધીમાં પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની કાર પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ એક અપક્ષ ઉમેદવાર અને જન સુરાજ્ય પાર્ટીના નેતાને પણ નિશાનો બનાવવામાં આવ્યા હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top