Surat: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! પતંગ ચગાવતો 13 વર્ષીય કિશોર હાઈટેન્શન તારની ઝપેટમાં

Surat: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! પતંગ ચગાવતો 13 વર્ષીય કિશોર હાઈટેન્શન તારની ઝપેટમાં આવી જતા મોત

01/09/2025 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Surat: માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો! પતંગ ચગાવતો 13 વર્ષીય કિશોર હાઈટેન્શન તારની ઝપેટમાં

Uttarayan 2025: ઉતરાયણને હવે વધારે દિવસ બચ્યા નથી. પતંગ રસિયા તો ઉત્તરાયણ અગાઉ જ પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે. ઉત્તરાયણના સમયગાળા દરમિયાન ઘણા લોકોના ગળા કપાવાના કિસ્સા સામે આવતા હોય છે, જેના કારણે લોકોને ઈજા પહોચતી હોય છે, કેટલાક કિસ્સામાં તો લોકોએ જીવ પણ ગુમાવવા પડે છે. હાલમાં જ સુરતમાં એક એવી જ ઘટના સામે આવી છે, જે માતા-પિતાઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે.


ટૂંકી સારવાર બાદ બાળકનું મોત

ટૂંકી સારવાર બાદ બાળકનું મોત

સચિન GIDCમાં પતંગ ચગાવતી વખતે હાઈટેન્શન લાઈનમાં પતંગની દોરી લાગી જતા 13 વર્ષીય માસૂમ બાળક મોતને ભેટ્યો હતો. સચિન GIDC પોલીસે અક્સ્માતે મોતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, સચિન GIDC વિસ્તારમાં આવેલા કૃષ્ણાનગરમાં 13 વર્ષીય કિશોર પોતાના ઘરના ધાબા પર પતંગ ચગાવી રહ્યો હતો. આ દરમિયાન, પતંગની દોરી હાઈટેન્શન લાઈનમાં લાગી જતા મોટો ધડાકો થયો હતો. જેથી બાળક ગંભીર રીતે દાઝી ગયો હતો. ગંભીર રીતે દાઝી જતા તેને તાત્કાલિક સારવાર અર્થે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેની ટૂંકી સારવાર બાદ બાળકનું મોત થઇ ગયું હતું.

આ અગાઉ રાજકોટમાં પણ એવો જ કિસ્સો સામે આવ્યો હતો. રાજકોટના શાપરમાં 11 વર્ષીય બાળક પતંગ લેવા જતો હતો ત્યારે ધાબા પરથી ઇલેક્ટ્રિક સબ સ્ટેશનના પોલથી વીજ કરંટ લાગતા પુષ્પવીર શર્મા નામના કિશોરનું ઘટનાસ્થળે જ કમકમાટી ભર્યું મોત થઇ ગયું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top