આમાં પણ રાજનીતિ? મહાકુંભમાં ભાગદોડ બાદ અખિલેશ યાદવે CM યોગી પાસે કરી દીધી આ માગ
Mahakumbh Stampede: મૌની અમાવાસ્યાના શાહી સ્નાન ઉત્સવમાં વધતી ભીડને કારણે પ્રયાગરાજ મહાકુંભ મેળામાં ભાગદોડ મચી ગઈ હતી. સંગમ નોઝ પાસે થયેલી નાસભાગમાં 17 જેટલા લોકોના મોત થયા છે, જ્યારે ઘણા લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. હવે મહાકુંભમાં નાસભાગનો મામલો રાજકીય રંગ લેતો નજરે પડી રહ્યો છે. નેતાઓ આ ઘટનાને લઈને નિવેદનો આપી રહ્યા છે અને સંવેદના વ્યક્ત કરી રહ્યા છે. તો આ દરમિયાન અખિલેશ યાદવ અને આમ આદમી પાર્ટીએ તો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે રાજીનામાની માગ કરી દીધી.
અખિલેશ યાદવે ટ્વીટ કરતા કહ્યું કે, મહાકુંભમાં આવેલા સંત સમુદાય અને શ્રદ્વાળુંઓમા વ્યવસ્થા પ્રત્યે વિશ્વાસ ફરીથી સ્થાપિત કરવા માટે, મહાકુંભનું વહીવટ અને સંચાલન તાત્કાલિક ઉત્તર પ્રદેશ સરકારને બદલે સેનાને સોંપી દેવું જોઇએ.
महाकुंभ में आए संत समाज और श्रद्धालुओं में व्यवस्था के प्रति पुनर्विश्वास जगाने के लिए ये आवश्यक है कि उप्र शासन-प्रशासन के स्थान पर महाकुंभ का प्रशासन और प्रबंधन तत्काल सेना को सौंप देना चाहिए। ‘विश्वस्तरीय व्यवस्था’ करने के प्रचार करते हुए दावों की सच्चाई अब जब सबके सामने आ… — Akhilesh Yadav (@yadavakhilesh) January 29, 2025
महाकुंभ में आए संत समाज और श्रद्धालुओं में व्यवस्था के प्रति पुनर्विश्वास जगाने के लिए ये आवश्यक है कि उप्र शासन-प्रशासन के स्थान पर महाकुंभ का प्रशासन और प्रबंधन तत्काल सेना को सौंप देना चाहिए। ‘विश्वस्तरीय व्यवस्था’ करने के प्रचार करते हुए दावों की सच्चाई अब जब सबके सामने आ…
'વિશ્વ કક્ષાની વ્યવસ્થા' હોવાના દાવા પાછળનું સત્ય ખુલી ગયું છે, તો જે લોકો આ દાવા કરી રહ્યા હતા અને ખોટો પ્રચાર ફેલાવી રહ્યા હતા તેમણે આ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે નૈતિક જવાબદારી લેતા પોતાના પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ.
આમ આદમી પાર્ટી (AAP)એ ભાગદોડ પર પ્રતિક્રિયા આપી. પોતાને સોશિયલ મીડિયા હેન્ડલ પર લખ્યું હતું કે- આ ખૂબ જ ગંભીર બાબત છે. યુપી સરકારે સમગ્ર દેશમાંથી લાખો લોકોને મહાકુંભમાં આમંત્રણ આપ્યું હતું. પરંતુ રાજ્યના મુખ્યમંત્રી, જેમણે વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવું જોઈતું હતું, તેઓ યુપી છોડીને ભાગી ગયા અને દિલ્હીમાં રાજકીય રેલીઓ કરવા લાગ્યા. આ એક મોટી ભૂલ છે. ભાજપ સરકારે ધાર્મિક કાર્યક્રમોને રાજકીય બનાવી દીધા છે. ત્યાં VIP અને અબજપતિઓની ખુશામત કરવામાં આવે છે, આ સામાન્ય ભક્તો સાથે અન્યાય છે. ત્યાં જે પરિસ્થિતિ ઉભી થઈ છે તેના માટે યોગી આદિત્યનાથ અને પ્રશાસન સંપૂર્ણપણે જવાબદાર છે. તેમણે આ માટે રાજીનામું આપી દેવું જોઈએ.
यह बहुत गंभीर मामला है। UP सरकार ने महाकुंभ में पूरे देश और लाखों लोगों को आमंत्रित किया। लेकिन, राज्य के मुख्यमंत्री, जिन्हें व्यवस्थाओं की देखरेख करनी चाहिए थी, वे यूपी छोड़कर भाग गये और दिल्ली में राजनीतिक रैलियां करने लग गए। यह बहुत बड़ी भूल है। BJP सरकार ने धार्मिक आयोजनों… pic.twitter.com/1i6y1Fm1U0 — AAP (@AamAadmiParty) January 29, 2025
यह बहुत गंभीर मामला है। UP सरकार ने महाकुंभ में पूरे देश और लाखों लोगों को आमंत्रित किया। लेकिन, राज्य के मुख्यमंत्री, जिन्हें व्यवस्थाओं की देखरेख करनी चाहिए थी, वे यूपी छोड़कर भाग गये और दिल्ली में राजनीतिक रैलियां करने लग गए। यह बहुत बड़ी भूल है। BJP सरकार ने धार्मिक आयोजनों… pic.twitter.com/1i6y1Fm1U0
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp