અક્ષય કુમારની 'વેલકમ ટૂ ધ જંગલ' સાથે જોડાયેલી આ વાત ફેક નીકળી, ડિરેક્ટરે જાહેર કર્યું નિવેદન

અક્ષય કુમારની 'વેલકમ ટૂ ધ જંગલ' સાથે જોડાયેલી આ વાત ફેક નીકળી, ડિરેક્ટરે જાહેર કર્યું નિવેદન

08/26/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

અક્ષય કુમારની 'વેલકમ ટૂ ધ જંગલ' સાથે જોડાયેલી આ વાત ફેક નીકળી, ડિરેક્ટરે જાહેર કર્યું નિવેદન

'વેલકમ ટૂ ધ જંગલ' વર્ષ 2024ની આવનારી મોટી ફિલ્મોમાંથી એક છે. અક્ષય કુમાર અભિનીત આ એક્શન કોમેડી ફિલ્મનું ડિરેક્શન અહમદ ખાન કરી રહ્યા છે અને ફિરોઝ એ. નડિયાદવાલા આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે. આ વર્ષે અત્યાર સુધીમાં અક્ષયની ત્રણ ફિલ્મો રીલિઝ થઇ ચૂકી છે. જોકે ત્રણેય ફિલ્મો ફ્લોપ થઇ ગઇ. એવામાં 'વેલકમ ટૂ જંગલ' પાસેથી અક્ષયને ખૂબ અપેક્ષાઓ હશે, કેમ કે આ ફ્રેન્ચાઇઝીની ચાહકોમાં ખૂબ લોકપ્રિયતા છે. હાલમાં જ આ ફિલ્મને લઇને કેટલીક એવી વાતો શરૂ થઇ ગઇ, જે અક્ષયની આશા પર પાણી ફેરવી શકતી હતી, પરંતુ તે વાતો માત્ર અફવા સાબિત થઇ.

જિયો સ્ટૂડિયો પણ આ ફિલ્મ સાથે જોડાયેલો છે. જિયો સ્ટૂડિયોની યુટ્યુબ ચેનલ પરથી આ ફિલ્મની જાહેરાતનો વીડિયો ડીલિટ કરાયા બાદ ચર્ચાઓ થવા લાગી હતી કે જિયો સ્ટૂડિયોએ આ ફિલ્મ પરથી પોતાના હાથ પાછળ ખેંચી લીધો છે અને હવે ફિલ્મની રીલિઝમાં વિલંબ થવાનો છે. જો કે, ફિલ્મના ડિરેક્ટર અહમદ ખાને એક નિવેદન જાહેર કરીને આ તમામ બાબતો પર પૂર્ણવિરામ લગાવી દીધો છે. એટલે કે જે પણ વાતો થઇ રહી છે તે માત્ર અફવાઓ છે.


અહમદ ખાને 'વેલકમ ટૂ ધ જંગલ' પર શું કહ્યું?

અહમદ ખાને 'વેલકમ ટૂ ધ જંગલ' પર શું કહ્યું?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહમદ ખાને પોતાના નિવેદનમાં કહ્યું, આ બધી વાતોમાં કોઇ સત્ય નથી. ફિલ્મ ટ્રેક પર છે અને અમે ઓક્ટોબરથી વિદેશમાં આ ફિલ્મનું શેડ્યૂલ શરૂ કરવાના છીએ, જેના માટે મારી ટેક્નિકલ ટીમ પહેલાથી જ રવાના થઇ ગઇ છે.

‘વેલકમ ટૂ જંગલ’ એ ‘વેલકમ’ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે. આ ફિલ્મનો પહેલો ભાગ વર્ષ 2007માં આવ્યો હતો, જેને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. આ ફિલ્મનો બીજો ભાગ વર્ષ 2015માં આવ્યો હતો, જેમાં અક્ષય કુમાર નહોતો. તેની જગ્યાએ જ્હોન અબ્રાહમને લેવામાં આવ્યો હતો. જોકે, ફિલ્મના પહેલા પાર્ટે લોકો પર જે જાદુ ચલાવ્યો હતો, બીજો ભાગ તેવી કમાલ બતાવી શક્યો નહોતો. હવે ત્રીજા ભાગ સાથે અક્ષય કમબેક કરી રહ્યો છે.


આ સ્ટાર્સ હશે ફિલ્મનો હિસ્સો

આ સ્ટાર્સ હશે ફિલ્મનો હિસ્સો

આ એક મલ્ટીસ્ટારર ફિલ્મ છે. હાલમાં જ દૈનિક ભાસ્કરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ ફિલ્મમાં 40ડ48 મુખ્ય કલાકારો જોવા મળશે. જો કે તેમની વચ્ચે માત્ર કેટલાક સ્ટાર્સના નામ જ સામે આવ્યા છે. આ ફિલ્મમાં અક્ષયની સાથે પરેશ રાવલ, અરશદ વારસી, જેકલીન ફર્નાન્ડિસ, રવિના ટંડન, દિશા પટાણી અને સુનીલ શેટ્ટી જેવા સ્ટાર્સ જોવા મળશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top