નાગરિકતા હોય તો પણ USમાંથી બિન-અમેરિકનોનો દેશનિકાલ કરવામાં આવશે! ટ્રમ્પ 227 વર્ષ જૂનો ખતરનાક કા

નાગરિકતા હોય તો પણ USમાંથી બિન-અમેરિકનોનો દેશનિકાલ કરવામાં આવશે! ટ્રમ્પ 227 વર્ષ જૂનો ખતરનાક કાયદો લાવી રહ્યા છે

02/27/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

નાગરિકતા હોય તો પણ USમાંથી બિન-અમેરિકનોનો દેશનિકાલ કરવામાં આવશે! ટ્રમ્પ 227 વર્ષ જૂનો ખતરનાક કા

અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને દેશમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું છે. તેમણે દેશની સત્તા સંભાળી ત્યારથી વેનેઝુએલા, ભારત, બ્રાઝિલ, મેક્સિકો સહિતના અનેક દેશોમાંથી હજારો લોકોને લશ્કરી જહાજોમાં દેશનિકાલ કરવામાં આવ્યા છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ટ્રમ્પ 227 વર્ષ જૂનો કાયદો લાવવાની તૈયારી કરી રહ્યા છે, જેના કારણે દરેક બિન-અમેરિકી લોકોને હાંકી કાઢવાનું જોખમ રહેશે. જો રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ કાયદો લાગુ કરશે તો અમેરિકા સહિત સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી જશે. ચાલો જાણીએ એલિયન એનિમીઝ એક્ટ, 1798 વિશે.

CNNના રિપોર્ટ અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં 1798માં બનેલા આ કાયદાને ફરીથી લાગૂ કરવા માગે છે. આ કાયદો અમેરિકાના રાષ્ટ્રપતિને યુદ્ધ સમયની સત્તા આપે છે. આ અંતર્ગત રાષ્ટ્રપતિ રાષ્ટ્રીય હિતના નામે કોઈપણ બિન-અમેરિકન નાગરિકને દેશમાંથી બહાર કાઢી શકે છે. જો કે આ કાયદો યુદ્ધ સમય માટે હતો, પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પ તેને સામાન્ય સંજોગોમાં પણ લાગુ કરવા માગે છે.


આ 227 વર્ષ જૂનો કાયદો શું કહે છે?

આ 227 વર્ષ જૂનો કાયદો શું કહે છે?

અમેરિકાનો આ 227 વર્ષ જૂનો કાયદો કહે છે કે જ્યારે પણ અમેરિકા અને અન્ય કોઈ દેશ વચ્ચે યુદ્ધ થશે ત્યારે રાષ્ટ્રપતિ પાસે બિન-અમેરિકન મૂળના લોકો અંગે નિર્ણય લેવાની સત્તા હશે. ખાસ કરીને તેઓ 14 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકો અંગે નિર્ણય લઈ શકે છે અને તેમને દેશમાંથી બહાર કાઢી પણ શકાય છે. આ કાયદા હેઠળ બહાર કાઢવામાં આવનાર લોકોને 'એલિયન એનિમી' જાહેર કરી શકાય છે.


ટ્રમ્પ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને આક્રમક હતા

ટ્રમ્પ ચૂંટણી પ્રચાર દરમિયાન પણ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને લઈને આક્રમક હતા

એવી આશંકા છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફરી એકવાર સામાન્ય સંજોગોમાં 18મી સદીના આ કાયદાને લાગુ કરી શકે છે. અમેરિકામાં આ અંગે ખૂબ ચર્ચા થઈ રહી છે. જો કે, કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે અમેરિકા પર કોઈ દેશ દ્વારા હુમલો કરવામાં આવ્યો નથી, ત્યારે ટ્રમ્પ માટે આ કાયદાનો અમલ કરવો મુશ્કેલ બનશે. ભલે ગમે તેટલું ટ્રમ્પ વહીવટીતંત્ર ગેંગ અથવા કાર્ટેલની ધમકીઓનો સંદર્ભ આપે. તમને જણાવી દઈએ કે 2024માં ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વખત કહ્યું હતું કે સત્તામાં આવ્યા બાદ તેઓ ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્સને દેશમાંથી બહાર કાઢી દેશે. આ સિવાય તેણે એલિયન એનિમીઝ એક્ટ લાગુ કરવાની પણ જાહેરાત કરી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top