શું તમે પણ ચા સાથે લઇ રહ્યા છો આ વાનગીઓ તો ચેતી જાજો...!? થઇ શકે છે તમને મોટું નુકસાન..!?
ભારતમાં મોટાભાગના લોકોની સવાર ચાથી જ થતી હોય છે. લોકોને સવારનો નાસ્તો ચા વગર અધુરો લાગે છે. પરંતુ, આવા ચા પ્રેમીઓ માટે આ જાણવું જરૂરી છે કે, તેઓ સવારના નાસ્તામાં ચા સાથે એવા ખોરાક પણ ખાતા હોય છે જે તેમના સ્વાસ્થ્યને ખરાબ અસર કરી શકે છે. આજકાલ વિવિધ પ્રયોગોને કારણે અલગ અલગ પ્રકારની વસ્તુઓ મિક્સ કરીને ખાવાનું ચલણ વધી ગયું છે. ત્યારે આવી સ્થિતિમાં, ચા સાથે કયા ખાદ્યપદાર્થોનું સેવન સ્વાસ્થ્યને બગાડી શકે છે તે જાણવું ખૂબ જ જરૂરી છે.
લીલા શાકભાજીને ચા સાથે સીધા ન ખાવા જોઈએ. સામાન્ય રીતે લીલા શાકભાજીને વિવિધ ખાદ્ય પદાર્થોમાં ઉમેરીને તેમાંથી રાંધેલી વાનગીઓને ચા સાથે ખાવામાં આવે છે. પરંતુ, જ્યારે લીલા શાકભાજી ચા સાથે ખાવામાં આવે છે, ત્યારે ચા આ શાકભાજીના પોષક તત્વોને શોષી લે છે, જેના કારણે શરીરને આ શાકભાજીના કોઈપણ ગુણો મળતા નથી. તેથી જ ચા સાથે લીલા શાકભાજી લેવાનું ટાળવું જોઈએ.
ચાની સાથે હળદરથી ભરપૂર વાનગીઓ લેવાનું પણ ટાળવું જોઈએ. કારણ કે, જ્યારે હળદર અને ચાના ગુણધર્મો એકબીજા સાથે ભળી જાય છે, ત્યારે તેમને એક સાથે પચવામાં મુશ્કેલી પડે છે. જેના કારણે એસિડિટી અને પેટનું ફૂલવું જેવી સમસ્યા થઈ શકે છે. તેથી તેમણે સાથે લેવાનું ટાળવું જોઈએ.
દૂધ સાથે આયર્નયુક્ત ખોરાક લેવાની ભાગ્યે જ સલાહ આપવામાં આવે છે. કેમકે દૂધની ચા અને ડ્રાય ફ્રૂટ્સને એકબીજાના વિરોધી માનવામાં આવે છે. આ બંનેનું એકસાથે સેવન કરવાથી શરીર પર ખરાબ અસર પડે છે, આ ઉપરાંત ચા આ ડ્રાયફ્રુટ્સના પોષણને શોષી લે છે જેના કારણે શરીર પર તેની ખાસ અસર થતી નથી.
દૂધ કે દહીંમાંથી બનેલી વસ્તુઓ ચા સાથે ખાવીએ તમારા સ્વાસ્થ્ય સાથે ચેડા કરવા જેવું છે. દહીં અને દૂધ બંને ચોક્કસપણે ડેરી ઉત્પાદનો છે પરંતુ તેનું એકસાથે સેવન કરવાથી એસિડિટીની સમસ્યા થાય છે. દહીં સાથે ચા પીવાથી પેટ ખરાબ થઈ શકે છે.
ચા સાથે ખાવામાં આવતી ઘણી વસ્તુઓમાં સારી માત્રામાં લીંબુ હોય છે. આવી સ્થિતિમાં, આ વસ્તુઓનું સેવન તમારા સ્વાસ્થ્યને બગાડી શકે છે કારણ કે દૂધ અથવા દૂધની બનાવટો સાથે લીંબુનું સેવન કરવાની સલાહ આપવામાં આવતી નથી. આ બંનેનું એકસાથે સેવન કરવાથી એસિડ રિફ્લક્સ થવાની શક્યતા વધી જાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp