Delhi Assembly Election 2025: અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને મળીને કરી આ માગ

Delhi Assembly Election 2025: અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને મળીને કરી આ માગ

01/09/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

Delhi Assembly Election 2025: અરવિંદ કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને મળીને કરી આ માગ

Arvind Kejriwal: આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુરુવારે (9 જાન્યુઆરી) મુખ્ય ચૂંટણી કમિશનરને મળ્યા હતા. તેમણે મુખ્યત્વે નવી દિલ્હીના ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા વિરુદ્ધ ફરિયાદ કરી છે. કેજરીવાલે મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર આપીને પ્રવેશ વર્માના ઘરે તાત્કાલિક દરોડા પાડવાની માગ કરી હતી. અરવિંદ કેજરીવાલે આરોપ લગાવ્યો કે પ્રવેશ વર્મા ખુલ્લેઆમ મહિલાઓને 1100 રૂપિયાનું વિતરણ કરી રહ્યા છે. આ ચૂંટણી આચારસંહિતાનું ઉલ્લંઘન છે. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હીના મુખ્યમંત્રી આતિશી અને સાંસદ સંજય સિંહ પણ ચૂંટણી પંચ પહોંચ્યા હતા.


પ્રવેશ વર્મા નોકરીઓનું વચન આપીને મત માગી રહ્યા છે- કેજરીવાલ

પ્રવેશ વર્મા નોકરીઓનું વચન આપીને મત માગી રહ્યા છે- કેજરીવાલ

અરવિંદ કેજરીવાલે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે કે પૂર્વ સાંસદ અને ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્મા નોકરીઓનું વચન આપીને મત માગી રહ્યા છે. કેજરીવાલે માગ કરી છે કે DEOને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અથવા તેમની બદલી કરવામાં આવે. આમ આદમી પાર્ટી સતત પ્રવેશ વર્મા પર હુમલો કરી રહી છે અને તેમના પર મતના બદલામાં પૈસા આપવાનો આરોપ લગાવી રહી છે. હવે આ મામલો ચૂંટણી પંચના દરવાજા સુધી પહોંચી ગયો છે. આગામી સમયમાં, દિલ્હીમાં આ મુદ્દા પર રાજકીય ઉથલપાથલ વધુ તીવ્ર બનવાની શક્યતા છે.


કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે

કેજરીવાલ નવી દિલ્હી બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે

અરવિંદ કેજરીવાલ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. આ દિલ્હીની સૌથી હૉટ બેઠક માનવામાં આવે છે. કોંગ્રેસે આ બેઠક પરથી પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતના પુત્ર સંદીપ દીક્ષિતને મેદાનમાં ઉતાર્યા છે.

દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર થઇ ગઇ છે. દિલ્હીની તમામ 70 વિધાનસભા બેઠકો માટે 5 ફેબ્રુઆરીએ એક તબક્કામાં ચૂંટણી યોજાશે. 3 દિવસ બાદ 8 ફેબ્રુઆરીના રોજ પરિણામો જાહેર કરવામાં આવશે. છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 62 બેઠકો જીતી હતી. ભાજપે 8 બેઠકો જીતી હતી. કોંગ્રેસ સતત 2 ચૂંટણીઓમાં પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top