પેરિસ ઓલિમ્પિક માટે BCCIએ ખોલ્યો ખજાનો, ભારતીય ઓલિમ્પિક સંઘને આપશે કરોડો રૂપિયા

Paris Olympics 2024: પેરિસ ઓલિમ્પિક માટે BCCIએ ખોલ્યો ખજાનો, ભારતીય ઓલિમ્પિક સંઘને આપશે કરોડો રૂપિયા

07/22/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

પેરિસ ઓલિમ્પિક માટે BCCIએ ખોલ્યો ખજાનો, ભારતીય ઓલિમ્પિક સંઘને આપશે કરોડો રૂપિયા

પેરિસ ઓલિમ્પિક 2024નું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. 26 જુલાઇથી રમતોના આ મહાકુંભની શરૂઆત થશે અને 11 ઑગસ્ટ સુધી ચાલશે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં થનારી આ રમતોમાં 206 દેશોના 10500 એથ્લીટ ભાગ લેશે. ભારતીય ટીમમાં અત્યાર સુધીના સૌથી વધુ 117 એથ્લીટ હશે. પેરિસ ઓલિમ્પિકની શરૂઆત અગાઉ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે પોતાનો ખજાનો ખોલી દીધો છે. બોર્ડે ભારતીય ઓલિમ્પિક સંઘને કરોડો રૂપિયાની મદદ આપવાની જાહેરાત કરી છે.


જય શાહે આપી જાણકારી

જય શાહે આપી જાણકારી

BCCIના સચિવ જય શાહે સોશિયલ મીડિયા પર આ વાતની જાણકારી આપી. BCCI સેક્રેટરી જય શાહે રવિવારે લખ્યું, મને એ જાહેરાત કરતાં ગર્વ થઇ રહ્યો છે કે BCCI પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું પ્રતિનિધિત્વ કરનારા આપણા અવિશ્વસનીય એથ્લીટ્સને સમર્થન કરી રહ્યું છે. અમે અભિયાન માટે IOAને 8.5 કરોડ રૂપિયા આપી રહ્યા છીએ. અમે પોતાની આખી ટીમને શુભેચ્છા પાઠવીએ છીએ. ભારતને ગૌરવાન્વિત કરો! જય હિન્દ!


2020માં થયેલી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા હતા

2020માં થયેલી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે 7 મેડલ જીત્યા હતા

પેરિસ ઓલિમ્પિકથી ઘણા મેડલોની આશા છે. આ અગાઉ 2020માં થયેલી ટોક્યો ઓલિમ્પિકમાં ભારતે અત્યાર સુધી સૌથી વધુ 7 મેડલ જીત્યા હતા. નીરજ ચોપરાએ ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યું હતું. મીરાબાઇ 49 કિગ્રા વેઇટલિફ્ટિંગમાં મીરાબાઇ ચાનૂએ સિલ્વર, મહિલા વેલ્ટરવેઇટ બોક્સિંગમાં લોવલિના બોર્ગોહેને બ્રોન્ઝ જીત્યો, મહિલા સિંગલ બેડમિન્ટનમાં પીવી સિંધુએ બ્રોન્ઝ, મેન્સ ફ્રીસ્ટાઇલ 57 કિગ્રામાં રવિ દહિયાએ સિલ્વર, મેન્સ હૉકી ટીમે બ્રોન્ઝ મેડલ જીત્યો અને રેસલિંગમાં બજરંગ પૂનિયાએ બ્રોન્ઝ મેડલ જીત્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top