આ રાશિના જાતકો માટે જીવનમાં નવી ઉડાન ભરવાનો સમય આવી ગયો છે! મળશે સારા સમાચાર, વાંચો આજનું રાશિફ

આ રાશિના જાતકો માટે જીવનમાં નવી ઉડાન ભરવાનો સમય આવી ગયો છે! મળશે સારા સમાચાર, વાંચો આજનું રાશિફળ

11/29/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

આ રાશિના જાતકો માટે જીવનમાં નવી ઉડાન ભરવાનો સમય આવી ગયો છે! મળશે સારા સમાચાર, વાંચો આજનું રાશિફ

તમામ રાશિના જાતકો  માટે આજનો દિવસ કેવો રહેશે, કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ રહેશે, કઈ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલી ભર્યો રહેશે? દૈનિક રાશિફળમાં જાણો


મેષ

મેષ

તમે તમારી મધુર વાણીથી તમારા બધા જ કામ પૂરા કરી શકશો. વેપારમાં યશ અને કિર્તમાં વધારો થશે. રમતગમતની દુનિયા સાથે જોડાયેલા લોકો માટે આ સમય સારો છે. આજે તમે તમારા જૂના મિત્રોને મળશો. નાની એવી ટૂરથી લાભ થશે. કોઈ મોટું કામ કરવાની ઈચ્છા થઇ શકે છે. વ્યવસાયમાં ઇચ્છિત નફો મળશે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. શુભ રંગ: નારંગી, લકી નંબર: 11


વૃષભ

વૃષભ

વર્તમાન સમય શુભ ફળ આપનારો છે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો. તમારી વાણી પર નિયંત્રણ રાખજો નહીં તો કરેલુ કામ બગડી શકે છે. તમારી વિચારસરણી બદલો અને બીજાની વિચારસરણીમાં ફેરફાર ન કરવાનો પ્રયાસ કરો. લાંબા પ્રવાસની યોજના બની શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમને પરિવારનો સહયોગ પ્રાપ્ત થશે. આજે મન પ્રસન્ન રહેશે. બેદરકાર ન બનો. શુભ રંગ: જાંબલી , લકી નંબર: 9


મિથુન

મિથુન

તમારા બાળકોના લગ્નની ચિંતા રહેશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. મૂડી રોકાણથી લાભ શક્ય છે. તમારા અધિકારોનો દુરુપયોગ કરશો નહીં અન્યથા તમને નુકસાન થઈ શકે છે. સરકારી કામકાજ સાથે જોડાયેલા લોકો માટે સમય મિશ્ર પરિણામ આપનારો છે. મિથુન રાશિના જાતકોએ ભાવનાઓના કારણે કોઈ નિર્ણય ન લેવો જોઈએ. બિનજરુરી ખર્ચા ટાળવા. લેવડ-દેવડમાં ઉતાવળ ન કરવી. તમને મિત્રોનો સહયોગ મળશે. ચિંતા અને ટેન્શન રહેશે. આજે સમજદારીપૂર્વક રોકાણ કરો. આજે ધીરજ રાખો. શુભ રંગ: સફેદ, લકી નંબર: 7


કર્ક

કર્ક

બિનજરૂરી ચિંતાઓ છોડીને સ્વસ્થ રહો, ખુશ રહો. ધંધામાં યોજનાઓ સફળ રહેશે. ખોવાયેલા પૈસા આજે પાછા મળી શકે છે. ખાદ્યપદાર્થો સાથે સંબંધિત વ્યવસાય કરનારા લોકો માટે આ ખૂબ જ સારો સમય છે. તમારી મૂડીનું સમયસર રોકાણ કરો. બિઝનેસ ટુર સફળ થશે. નવા બિઝનેસ કોન્ટ્રાક્ટ થઈ શકે છે. આવકમાં વધારો થશે. નોકરીમાં પદ-પ્રતિષ્ઠા વધશે. શેરબજારથી લાભ થશે. શુભ રંગ: બ્રાઉન, લકી નંબર: 5


સિંહ

સિંહ

જીવનમાં નવી ઉડાન ભરવાનો સમય આવી ગયો છે, તેનો લાભ લો. પરિવારના સભ્યો સાથે મુલાકાત થશે. અણધાર્યો ખર્ચ ન કરવો. સિંહ રાશિના લોકો સામાજિક કાર્યક્રમોમાં ભાગ લઈ શકે છે. અટકેલા કામ પુરા થશે. આજે લોકોની મદદ કરવાની ઈચ્છા જાગશે. ધનલાભની તકો આવશે. વેપારમાં ઇચ્છિત લાભ થશે. નોકરીમાં તમને સન્માન મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. શુભ રંગ: મરૂન, લકી નંબર: 1


કન્યા

કન્યા

તમારી કારકિર્દી અંગે ગંભીર નિર્ણયો લો. કન્યા રાશિના લોકો આત્મવિશ્વાસના અભાવે ખોટા નિર્ણયો લઈ શકે છે. ધનલાભ થઇ શકે છે. મનમાં અનેક દુવિધાઓ ચાલી રહી હોય તો આધ્યાત્મિક રીતે ઉપાય કરવાથી લાભ મળશે. તંત્ર-મંત્રમાં રસ જાગશે.કાયદાકીય અવરોધો આજે દૂર થશે. તમને કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ મળશે. આવકમાં વધારો થશે અને તમે આજે સારી સ્થિતિમાં રહેશો. તમારા શત્રુઓથી સાવધાન રહો. પૈસા મેળવવામાં સરળતા રહેશે. તીર્થયાત્રા શક્ય છે. શુભ રંગ: સોનેરી, લકી નંબર: 3


તુલા

તુલા

તમારા ઘરમાં જો પારિવારિક સમસ્યાઓ ચાલી રહી હોય તો આજે તેનો અંતિમ દિવસ છે. બીજા પાસેથી અપેક્ષા ન રાખો. ધંધો સારો ચાલશે. તમે મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો. વિદ્યાર્થીઓ માટે સમય મુશ્કેલ રહેશે. અભિમાન કરવુ નહીં નહીં તો તમને જ નુકશાન થશે. ઉતાવળમાં લીધેલા પગલાંથી મોટું નુકસાન થઈ શકે છે. તમારી વાણી પર નિયંત્રણ રાખો. થઈ રહેલા કામમાં અડચણો આવી શકે છે. નોકરીમાં આજે તણાવ રહી શકે છે. શુભ રંગ: વાયલેટ લાઇટ કલર, લકી નંબર: 10


વૃશ્ચિક

વૃશ્ચિક

તમને સારા સમાચાર મળશે પરંતૂ નોકરીની શોધમાં તમારે ભટકવું પડી શકે છે. તમને તમારા જીવનસાથી તરફથી સહયોગ મળશે. કાર્યક્ષમતામાં વધારો થશે. તમારે જમીન અને મકાન ખરીદવામાં મૂડી રોકાણ કરવું પડી શકે છે. પ્રેમ સંબંધો અનુકૂળ રહેશે. સરકારી અવરોધો દૂર થશે અને અનુકૂળ સ્થિતિ સર્જાશે. ધંધો સારો ચાલશે. નોકરીમાં શાંતિ રહેશે. ભાગ્ય તમારા પક્ષે રહેશે. સ્વાસ્થ્ય થોડું બગડી શકે છે. લકી કલર: સિલ્વર, લકી નંબર: 8


ધન

ધન

નિર્ણયો શાંતિથી લો અને ઉતાવળમાં કંઈ ન કરો. વાહન ખરીદવાનું વિચારી રહ્યા છો? તો વિચાર બદલો ફાયદો થશે. સ્થાયી મિલકતના કામોથી મોટો ફાયદો મળી શકે છે. તમને ભાગીદારો તરફથી સહયોગ મળશે. ધનલાભની તકો આવશે. નોકરીમાં પ્રભાવ વધશે. અનુકૂળ સમયનો લાભ લો. પારિવારિક ચિંતાઓ વધશે. શુભ રંગ: લાલ, લકી નંબર: 6


મકર

મકર

બીજા વિશે ખરાબ ન વિચારો. તમારા આહાર પર નિયંત્રણ રાખો. પેટ સંબંધી બીમારીઓ શક્ય છે. સમય ઓછો છે, તમારા કામ પર વધુ ધ્યાન આપો. તમને સફળતા મળશે. ઈચ્છિત જીવન સાથી મળશે. નાના ટુર કે પાર્ટીનું પ્લાનિંગ થઇ શકે છે. સર્જનાત્મક કાર્યમાં તમને સફળતા મળશે. તમે કોઈ પ્રબુદ્ધ વ્યક્તિ પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો. રોકાણથી લાભ થશે. નોકરીમાં તમે કોઈ નવું કામ કરી શકશો. શુભ રંગ: વાદળી, લકી નંબર: 4


કુંભ

કુંભ

જે કરવું હોય તે કરો. બિનજરૂરી રીતે તમારો સમય બગાડો નહીં. અન્ય લોકો પાસેથી શીખવાની પ્રક્રિયામાં, તમે તમારી જાતને નુકસાન પહોંચાડી શકો છો. શાંતિથી વિચારીને નિર્ણય લો. આજીવિકાના સ્ત્રોતમાં વધારો થવાની સંભાવના છે. જૂના રોકાણથી લાભ થશે. કોઈ ખરાબ સમાચારથી તમે દુઃખી થશો. તમને કામ કરવાનું મન નહિ થાય. તમે તમારી બૌદ્ધિક શક્તિથી અવરોધોને દૂર કરી શકશો. દલીલમાં પડશો નહીં. નોકરીમાં કામનો બોજ રહેશે. સ્વાસ્થ્ય નબળું રહેશે. લેવડ-દેવડમાં ઉતાવળ ન કરવી. ધંધો સારો ચાલશે. શુભ રંગ: લીલો, લકી નંબર: 2


મીન

મીન

મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ થશે નહીં. તમે પ્રગતિના માર્ગ પર આગળ વધશો. અધિકારી વર્ગ માટે સમય સારો છે. દાન કરવાથી માનસિક શાંતિ મળશે. તમે તમારી મહેનતનું સંપૂર્ણ પરિણામ મેળવી શકો છો. તમને સામાજિક કાર્ય કરવાની પ્રેરણા મળી શકે છે. ઘરની અંદર અને બહાર પૂછપરછ થશે. શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડ વગેરેમાંથી ઇચ્છિત નફો થશે. વેપારમાં ઇચ્છિત લાભ થશે. શુભ રંગ: ગુલાબી, લકી નંબર: 14

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top