રૂપાલાના સમાજના વિવાદ વચ્ચે ભૂપેન્દ્ર પટેલની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતે ચર્ચા જગાવી! બદલાઇ શ

રૂપાલાના સમાજના વિવાદ વચ્ચે ભૂપેન્દ્ર પટેલની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતે ચર્ચા જગાવી! બદલાઇ શકે બે સીટના ઉમેદવાર?

04/02/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

રૂપાલાના સમાજના વિવાદ વચ્ચે ભૂપેન્દ્ર પટેલની નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતે ચર્ચા જગાવી! બદલાઇ શ

Lok Sabha Election 2024 : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત બાદ માનવામાં આવી રહ્યું છે કે, પાર્ટી રાજકોટ અને સાબરકાંઠા બેઠકો અંગે કેટલાક નિર્ણય લઈ શકે છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુજરાતને લગતા પ્રશ્નો અંગે જાણકારી આપી છે. આવી સ્થિતિમાં આગામી બે-ત્રણ દિવસમાં પાર્ટી રાજ્યમાં ઉમેદવારો બદલવાની માંગને લઈને મોટો નિર્ણય લઈ શકે છે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંટણી યોજાવાની છે.

સૌરાષ્ટ્ર-કચ્છના 7 જિલ્લાઓમાં રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો વિરોધ જોવા મળ્યો છે. તો મધ્ય ગુજરાતમાં ખેડા અને અમદાવાદમાં તો ઉત્તર ગુજરાતમાં પાટણમાં ક્ષત્રિય સમાજે રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરાઈ છે. આમ, ગુજરાતના કુલ 10 જેટલા જિલ્લામાં રૂપાલા સામે રાજપૂતો બગડ્યા છે.


રૂપાલાના વિવાદ વચ્ચે મહત્વના સમાચાર

રૂપાલાના વિવાદ વચ્ચે મહત્વના સમાચાર

લોકસભાની ચૂંટણી પહેલાં જ પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયો વિશે કરેલું વિવાદિત નિવેદન હવે ખુદ રૂપાલા માટે માથાનો દુ:ખાવો બન્યું છે. જાહેરમાં બે-બે વાર માફી માગવા છતાં ક્ષત્રિયો વિવાદ શાંત કરવા તૈયાર નથી. ક્ષત્રિયોની એક જ માગ છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે, ત્યારે આ જ માગને પુરી કરવા માટે ક્ષત્રિયોએ ઉગ્ર વિરોધની તૈયારી કરી લીધી છે. ત્યારે પરશોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયો આર યા પારના મૂડમાં છે. ક્ષત્રિયોનો રોષ પરશોત્તમ રૂપાલા સામે સતત વધી રહ્યો છે.ગમે તમે કરીને રૂપાલાનો વિવાદ શાંત થઈ જ નથી રહ્યો, ઉપરથી વધી રહ્યો છે, ત્યારે સી આર પાટીલના નિવાસસ્થાને આ મુદ્દે મહત્વની બેઠક યોજાઈ છે. જેમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો પહોંચ્યા છે.

આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ કે જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કીરીટસિહ રાણા સહિતના આગેવાનો હાજર રહ્યાં. ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકરજી પણ પ્રદેશ અધ્યક્ષના નિવાસ્થાને પહોંચ્યા છે. ભાજપના મહામંત્રી રજની પટેલ પણ પ્રદેશ અધ્યક્ષના નિવાસ્થાને પહોંચ્યા.



આ તારીખ સુધીમાં નિર્ણય શક્ય!

રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે પાર્ટી 5 એપ્રિલ સુધીમાં બંને બેઠકો પર સ્થિતિ સાફ કરી શકે છે, તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકવું જોઈએ અને પાર્ટીએ ફરીથી ચૂંટણી પ્રચાર પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા 3 એપ્રિલે દિલ્હી જશે. ત્યાં તેઓ 4 એપ્રિલે કેબિનેટની બેઠકમાં હાજરી આપશે. સૂત્રોનું માનીએ તો સાબરકાંઠા અને રાજકોટની સ્થિતિ 5 એપ્રિલે સ્પષ્ટ થઈ શકે છે. ભાજપ રાજકોટમાંથી મહિલા ઉમેદવારને મેદાનમાં ઉતારી શકે છે. ગુજરાતમાં ભાજપે અત્યાર સુધીમાં માત્ર ચાર મહિલાઓને ટિકિટ આપી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top