Video: "EVM પર નામની આગળ..', શરદ પવારના ઉમેદવારનો મોટો આરોપ; મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આજે મતદાન

Video: "EVM પર નામની આગળ..', શરદ પવારના ઉમેદવારનો મોટો આરોપ; મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આજે મતદાન

11/20/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

Video:

મહારાષ્ટ્રમાં આજે મતદાન થઈ રહ્યું છે. શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, તેમના પુરોગામી ઉદ્ધવ ઠાકરે, નાયબ મુખ્યમંત્રી અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ જેવા રાજ્યના ઘણા દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. બીજી તરફ ઝારખંડના લોકો પણ બીજા તબક્કામાં મતદાન કરી રહ્યા છે. અહીં શાસક ઈન્ડિયા બ્લોક અને NDA વચ્ચે મુકાબલો છે. મહારાષ્ટ્રમાં 288 અને ઝારખંડની કુલ 81 વિધાનસભા બેઠકોમાંથી 38 પર આજે મતદાન થઈ રહ્યું છે. ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે.


રોહિત પવારે આ આરોપ લગાવ્યો

રોહિત પવારે આ આરોપ લગાવ્યો

NCP-SPના કર્જત-જામખેડના ઉમેદવાર રોહિત પવારે આરોપ લગાવ્યો છે કે એક મતદાન કેન્દ્ર પર EVMમાં ​​તેમના નામની આગળ કાળું નિશાન લગાવી દેવામાં આવ્યું છે. તેમણે આ અંગે ચૂંટણી પંચને ફરિયાદ કરી છે. રોહિત પવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે અને ચૂંટણી પંચના અધિકારીઓ પાસે કાળું નિશાન હટાવવાની માગ કરી છે. તમને જણાવી દઈએ કે શરદ પવાર રોહિત પવારના દાદા છે.


JMMએ કેન્દ્રીય દળો પર આદિવાસીઓને ડરાવવાનો આરોપ લગાવ્યો

JMMએ કેન્દ્રીય દળો પર આદિવાસીઓને ડરાવવાનો આરોપ લગાવ્યો

ઝારખંડ મુક્તિ મોરચાએ ઝારખંડમાં કેન્દ્રીય દળો પર આદિવાસીઓને ડરાવવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીએ ટ્વીટ કરીને કહ્યું છે કે શું બોરિયો વિધાનસભા સહિત સંથાલ પરગણામાં આદિવાસીઓને આતંકિત કરવા માટે કેન્દ્રીય સુરક્ષા દળોને તૈનાત કરવામાં આવ્યા છે? સવારથી જ તેમના સામાન્ય આદિવાસી મતદારોને ધમકાવવાના સમાચાર આવી રહ્યા છે. કૃપયા જાગો. લોકતંત્ર આપણને દરેકને લોકશાહીના આ મહાન પર્વમાં ભાગ લેવાનો અધિકાર આપે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top