ઓશિકા-ગોદડા લઇને કર્ણાટક વિધાનસભા પહોંચ્યા BJPના ધારાસભ્ય, જાણો કઇ માગને લઇને કરી રહ્યા છે પ્રદ

Video: ઓશિકા-ગોદડા લઇને કર્ણાટક વિધાનસભા પહોંચ્યા BJPના ધારાસભ્ય, જાણો કઇ માગને લઇને કરી રહ્યા છે પ્રદર્શન

07/25/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

ઓશિકા-ગોદડા લઇને કર્ણાટક વિધાનસભા પહોંચ્યા BJPના ધારાસભ્ય, જાણો કઇ માગને લઇને કરી રહ્યા છે પ્રદ

કર્ણાટકમાં ભાજપના ધારાસભ્યોએ આખી રાત વિધાનસભાની અંદર ધરણાં પ્રદર્શન કર્યું. સવાર થઇ તો એક ધારાસભ્યની તસવીર સોશિયલ મીડિયા પર સામે આવી. તેઓ હાથમાં ધાબળો અને ઓશિકા લઇને નજરે પડ્યા. ભાજપ ધારાસભ્ય MUDU પર ચર્ચાની માગ કરી રહ્યા છે. ભાજપનો આરોપ છે કે, મૈસૂર શહેરી વિકાસ ઓથોરિટી (MUDA) દ્વારા ભૂખંડ ફાળવણી કરવાનો તથાકથિત કૌભાંડ થયો છે અને તેઓ તેના પર ચર્ચા કરવા માગે છે એટલે તેમનો પ્લાન છે કે જ્યાં સુધી ચર્ચા નહીં થાય, ત્યાં સુધી તેઓ દિવસ-રાત વિધાનસભામાં ધરણાં પ્રદર્શન કરશે. કેટલાક ધારાસભ્યો તો વિધાનસભાની અંદર જ ભોજન કરતા પણ નજરે પડ્યા.


શું છે આખો મામલો?

શું છે આખો મામલો?

મૈસૂર શહેરી વિકાસ ઓથોરિટી (MUDA) પર ચર્ચાની માગને લઇને ભાજપના નેતા આર. અશોક અને ભાજપ કર્ણાટક અધ્યક્ષ બી.વાઇ. વિજયેન્દ્ર સહિત ભાજપના ધારાસભ્ય રાતથી સદનની અંદર જ રહ્યા, ત્યાં જ ઊંઘી ગયા અને પોતાનો વિરોધ નોંધાવ્યો. તેઓ MUDAમાં કથિત કૌભાંડ પર ચર્ચાની માગ કરી રહ્યા છે અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના રાજીનામાની માગ કરી રહ્યા છે, જેના પર તેમનો દાવો છે કે તેઓ આ કૌભાંડમાં સામેલ છે.


શું છે આરોપ?

શું છે આરોપ?

ભાજપનો દાવો છે કે અનુસૂચિત જાતિ (SC ) સમુદાયના વિકાસ માટે નિર્ધારિત રકમનો દુરુપયોગ અન્ય ઉદ્દેશ્યો માટે કરવામાં આવ્યો છે. ભાજપે સિદ્ધારમૈયાને MUDA કૌભાંડના જનક ગણાવ્યા છે અને તેમના પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. ભાજપ કર્ણાટકના X અકાઉન્ટ પરથી લખવામાં આવ્યું છે કે કોંગ્રેસે અનુસૂચિત જાતિ સમુદાયો સાથે છેતરપિંડી કરી છે. SC સમુદાયના વિકાસ માટે નિર્ધારિત રકમનો ઉપયોગ અન્ય ઉદ્દેશ્યો માટે કરવામાં આવ્યો છે, અમે તેનો સતત વિરોધ કરીશું. ભાજપનો આરોપ છે કે, આ જમીનના કૌભાંડમાં કર્ણાટકના મુખ્યમંત્રીની પત્નીનું નામ પણ છે. ભાજપના ધારાસભ્યોએ સદનમાં જોરદાર હોબાળો કર્યો, પરંતુ આ મામલે ચર્ચાનો સમય ન આપવામાં આવ્યો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top