આ બીયરમાં મળલો હોય છે ઘણા માણસોનો પેશાબ, ખરીદતા પહેલા નામ જરૂર જાણી લો

આ બીયરમાં મળલો હોય છે ઘણા માણસોનો પેશાબ, ખરીદતા પહેલા નામ જરૂર જાણી લો

09/12/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

આ બીયરમાં મળલો હોય છે ઘણા માણસોનો પેશાબ, ખરીદતા પહેલા નામ જરૂર જાણી લો

બજારમાં અનેક પ્રકારનો બીયર ઉપલબ્ધ છે. વિવિધ બ્રાન્ડ ,વિવિધ વિશેષતાઓ સાથે બીયરનું વેચાણ કરે છે. પરંતુ શું થાય જો આપણે કહીએ કે બજારમાં એક એવો બીયર મળે છે જેમાં ઘણા માણસોના પેશાબ ભળે છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે આ વાતને પોતે બીયર મેન્યૂફેક્ચરિંગ કંપનીએ સ્વીકારી છે. ચાલો આજે તમને જણાવી દઈએ કે જો તમારે પેશાબવાળો બીયર પીતા બચવા માગતા હોવ તો તમારે કઈ કંપનીનો બીયર પીતો બચવું જોઈએ?


પહેલા જાણી લો પેશાબવાળો બીયર કેવી રીતે બને છે

પહેલા જાણી લો પેશાબવાળો બીયર કેવી રીતે બને છે

તેની શરૂઆત વર્ષ 2017થી થઈ હતી. વાસ્તવમાં, આ વર્ષે એક દારૂ બનાવતી કંપનીને વિચાર આવ્યો કે શા માટે બીયર બનાવવા માટે માનવ પેશાબનો ઉપયોગ ન કરવામાં આવે. તેના માટે કંપનીએ ઉત્તરીય યુરોપના સૌથી મોટા મ્યુઝિક ફેસ્ટિવલ રોસકિલેમાં ઘણા બધા શૌચાલય બનાવ્યા અને તેમાં લોકોને મફતમાં પેશાબ કરવા દીધા. ત્યારબાદ અહીંથી લગભગ 50 હજાર લીટર પેશાબ એકઠો કરવામાં આવ્યો અને તેમાંથી બીયર બનાવવામાં આવ્યો. સૌથી મોટી વાત એ છે કે આ બિયર મેન્યૂફેક્ચરિંગ કંપનીને સરકાર તરફથી એ પણ મંજૂરી મળી ગઈ છે કે તે આ બીયરને માર્કેટમાં પણ વેચી શકે છે.


પેશાબવાળા બીયરનું નામ શું છે

અમે જે બીયર વિશે વાત કરી રહ્યા છીએ તે સિંગાપોરની એક કંપનીમાં બનાવવામાં આવે છે. જો કે, અહીંથી ઉત્પાદન કર્યા બાદ, તેને અન્ય દેશોમાં પણ મોકલવામાં આવે છે, જ્યાં તે સ્થાનિક બજારોમાં વેચાય છે. સમગ્ર વિશ્વમાં આ બીયરને 'ન્યૂબ્રૂ' અથવા નોરબ્રો તરીકે ઓળખવામાં આવે છે. જો તમે પેશાબવાળો બીયર પીવા માંગતા ન હોવ તો જ્યારે પણ તમે વાઈન શૉપમાંથી બીયર ખરીદો ત્યારે ખાસ ધ્યાન રાખો કે તેમાં ન્યૂબ્રૂ નામનો બીયર ન હોય.


કંપનીએ આવું કેમ કર્યું

કંપનીએ આવું કેમ કર્યું

ધ સ્ટ્રેટ્સ ટાઈમ્સ અનુસાર સિંગાપોરની કંપનીએ પાણી બચાવવા માટે એમ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, બીયર બનાવવા માટે પુષ્કળ પાણીની જરૂર પડે છે. જ્યારે સિંગાપોર જળસંકટમાંથી પસાર થઈ રહ્યું છે. જ્યારે આગામી વર્ષોમાં આ દેશમાં પાણીની સ્થિતિ વધુ ગંભીર બનવા જઈ રહી છે. આ કારણે જ 'ન્યૂબ્રૂ' બિયર બનાવતી કંપનીએ નક્કી કર્યું કે તે પેશાબને રિસાયકલ કરીને તેમાંથી બિયર બનાવશે. આ બીયર પીનારા લોકોનું કહેવું છે કે આ બીયર ભલે પેશાબમાંથી બન્યો હોય પણ તેનો સ્વાદ સામાન્ય બીયર જેવો જ ​​છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top