હનીટ્રેપ કાંડમાં ખુલાસો : પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસની મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી

હનીટ્રેપ કાંડમાં ખુલાસો : પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસની મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી સહિત નવ આરોપી સામે ગુનો નોંધાયો

06/06/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

હનીટ્રેપ કાંડમાં ખુલાસો : પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસની મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી

કચ્છમાં હનીટ્રેપ કાંડમાં સૌથી મોટો ખુલાસો થયો હતો. હનીટ્રેપ કાંડમાં મનીષા ગોસ્વામીની સંડોવણી હોવાનો પર્દાફાશ થયો હતો. મનીષા ગોસ્વામી સહિત નવ આરોપી સામે હનીટ્રેપનો ગુનો નોંધાયો હતો. મૃતક દિલીપ આહીરને હનીટ્રેપમાં ફસાવી આત્મહત્યા કરવા મજબૂર કર્યાનો તેમના પર આરોપ છે. મનીષા ગોસ્વામી વિરૂદ્ધ અમદાવાદમાં પણ હનીટ્રેપનો ગુનો નોંધાઈ ચૂક્યો છે. પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળી હત્યા કેસમાં મનીષા મુખ્ય આરોપી છે.


મનીષા ગોસ્વામી સહિત નવ આરોપી સામે હનીટ્રેપનો ગુનો નોંધાયો હતો. મનીષા ગોસ્વામી સામે અગાઉ પણ અમદાવાદમાં નરોડા પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપનો ગુનો દાખલ થયેલો છે. જયંતિ ભાનુશાલી હત્યા કેસની આરોપી મનીષા ગોસ્વામી, ધારાશાસ્ત્રી સહિત ૯ ઈસમો સામે દિલીપને મરવા માટે મજબૂર કરવા સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરાયો હતો. તે સિવાય ૪ કરોડ રૂપિયા લેવા માટે આયોજન પૂર્વક કારસો ઘડાયાનો ઘટસ્ફોટ થયો હતો. મનીષા ગોસ્વામી જેલમાં એન્ડ્રોઇડ ફોન યુઝ કરે છે. અને આ હની ટ્રેપ કાંડમાં એ તમામ આરોપી સાથે વોટ્સઅપ માધ્યમથી વાતો કરતી હતી.


કચ્છમાં એક યુવકને હનીટ્રેપમાં ફસાવીને આત્મહત્યા કરવા મજબૂર કર્યાના આરોપ સાથે આહીર સમાજે રેલી યોજી જિલ્લા પોલીસ વડા અને કલેક્ટરને આવેદન પાઠવ્યુ હતું. આહીર સમાજે આરોપ લગાવ્યો હતો કે કચ્છમાં સુખી સંપન્ન પરિવારના યુવાનોને ટાર્ગેટ કરવા હનીટ્રેપ જેવા ઓર્ગેનાઈઝ ક્રાઈમનો ધંધો ચાલી રહ્યો છે. શુક્રવારે વહેલી સવારે ભૂજના ખાનગી હાઈલેન્ડ રિસોર્ટમાં હનીટ્રેપનો મામલો બન્યો હતો.  આ કાંડના કારણે સમાજના દિલીપ આહીર નામના યુવાને ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું.. આ કાંડને લઇને આજે આહીર સમાજના લોકો એકઠા થયા અને માધાપરથી ભૂજ સુધી રેલી યોજી પ્રશાસનને આવેદન પાઠવ્યુ હતુ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top