બુધવારે કરો ગણેશજીના આ મંત્રનો જાપ, દૂર થશે જીવનમાં આવતી અડચણો અને ચમકશે કિસ્મત

બુધવારે કરો ગણેશજીના આ મંત્રનો જાપ, દૂર થશે જીવનમાં આવતી અડચણો અને ચમકશે કિસ્મત

09/27/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

બુધવારે કરો ગણેશજીના આ મંત્રનો જાપ, દૂર થશે જીવનમાં આવતી અડચણો અને ચમકશે કિસ્મત

હિન્દુ ધર્મમાં બુધવારનો દિવસ ગણેશજીને સમર્પિત છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. ગણપતિના વિઘ્નહર્તા, લંબોધર, એકદંત સહીત ઘણા નામ છે. માન્યતા છે કે જો ગજાનન પોતાના ભક્તોથી પ્રસન્ન થઇ જાય તો એમનો સાથ ક્યારે છોડતા નથી. એમને સુખ-સમૃદ્ધિના આશીર્વાદ આપે છે અને એમના જીવનના તમામ સંકટ દૂર થઇ જાય છે. જો તમે પણ ગણેશજીને પ્રસન્ન કરવા માંગો છો તો બુધવારે કેટલાક મંત્રોનો જાપ કરી શકો છો. માન્યતા છે કે એવું કરવાથી ગજાનનના આશીર્વાદથી દરેક વ્યક્તિની બધી પરેશાનીઓ દૂર થઇ જાય છે. તો ચાલો જાણીએ આ મંત્ર અને એની સાથે જોડાયેલી ધાર્મિક માન્યતા.


ગણેશ મંત્ર

|| ઓમ ગમ ગણપતિયે નમઃ નમઃ ||

|| શ્રી સિદ્ધિવિનાયક નમો નમઃ ||

|| અષ્ટવિનાયક નમો નમઃ ||

|| ગણપતિ બાપ્પા મોર્યા ||


ગણેશ કુબેર મંત્ર

ॐ નમો ગણપતયે કુબેર યેકાદ્રિકો ફટ સ્વાહા ।।

દેવું અને આર્થિક પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે ગણેશ કુબેર મંત્રનો પાઠ કરો. આમ કરવાથી વ્યક્તિની કિસ્મત ચમકે છે. તેમજ ધનના નવા સ્ત્રોત પ્રાપ્ત થાય છે.


ઉચ્છીષ્ટ ગણેશનો મંત્ર

ॐ હસ્તિ પિશાચી લિખે સ્વાહા ।।

આ મંત્રનો જાપ કરવાથી આળસ, નિરાશા, ઝઘડા, અવરોધો દૂર થઈ શકે છે.


લક્ષ્મી વિનાયક મંત્ર

ઓમ ગં નમઃ ।।

આ મંત્રના જાપથી રોજગાર અને આર્થિક વૃદ્ધિ થાય છે.


ત્રૈલોક્ય મોહન ગણેશ મંત્ર

ॐ શ્રીમ ગં સૌભ્યાય ગણપતયે વર વરદા સર્વજનં મે વશમાનય સ્વાહા.

લગ્નમાં આવતા દોષોને દૂર કરવા માટે આ મંત્રનો જાપ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે તે વહેલા લગ્ન અને યોગ્ય જીવનસાથી તરફ દોરી જાય છે.


ગ્રહ દોષોથી રક્ષણ માટે ગણેશ મંત્ર

ગણપૂજ્યો વક્રતુન્ડા એકદંત્રી ત્રિયમ્બકા: ।

નીલગ્રીવો લમ્બોદરો વિકટો વિઘ્રરાજક:

ધુમ્રવર્ણો ભાલચંદ્રો દશમસ્તુ વિનાયક:

ગણપર્તિહસ્તિમુખે દ્વાદશારે યજેન્દ્રણમ્

(Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતા પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે SidhiKhabar.com કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top