ચીન પણ લડી લેવાના મૂડમાં, ટ્રમ્પે 145 ટકા ટેરિફ લગાવ્યો તો ચીને પણ આપ્યો જડબાતોડ જવાબ,લગાવી દીધો આટલા ટકા ટેરિફ
વિશ્વની બે આર્થિક મહાસત્તાઓ વચ્ચેનો તણાવ વધુ વધી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે ચીનથી આયાત થતી વસ્તુઓ પર ટેરિફ 125 ટકાથી વધારીને કુલ 145 ટકા કરી દીધો છે. અમેરિકાના આ પગલાથી ગુસ્સે ભરાયેલા ડ્રેગને શુક્રવારે અત્યાર સુધીનો સૌથી મોટો વળતો હુમલો કર્યો છે. ચીને અમેરિકાથી આયાત થતા સામાન પર ટેરિફ દર 84 ટકાથી વધારીને 125 ટકા કરી દીધો છે.
ચીનના આ પગલાથી બંને દેશો વચ્ચે વેપાર યુદ્ધનું જોખમ હજી વધી ગયું છે. ચીનના નાણા મંત્રાલયે શુક્રવારે જાહેર કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમેરિકા દ્વારા ચીન પર આટલા અસામાન્ય રૂપે વધારે ટેરિફ લગાવવો વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય અને આર્થિક વેપાર નિયમો અને મૂળભૂત આર્થિક કાયદાઓનું ઉલ્લંઘન છે. આ એકતરફી ધમકાવવા અને બળજબરી છે.
ચીનના નાણા મંત્રાલયે વધુમાં કહ્યું કે, જો અમેરિકા ત્યાં મોકલવામાં આવતા ચીની સામાન પર વધારાનો ટેરિફ લગાવવાનું ચાલુ રાખશે તો ચીન તેને અવગણશે. સંયુક્ત રાષ્ટ્ર વેપાર એજન્સીના ડિરેક્ટરે શુક્રવારે રોઇટર્સને જણાવ્યું હતું કે, રેસિપ્રોકલ ટેરિફ અને બદલાની કાર્યવાહીની અસર વિનાશક હોઈ શકે છે. આ વિકાસશીલ દેશોને આપવામાં આવતી વિદેશી સહાય કરતા પણ ખરાબ છે. ઇન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરે જણાવ્યું હતું કે, તેનાથી વૈશ્વિક વેપારમાં 3-7 ટકા અને GDPમાં 0.7 ટકાનો ઘટાડો થઈ શકે છે. વિકાસશીલ દેશો પર તેની સૌથી વધુ અસર પડી શકે છે.
ચીને ટેરિફ અંગે અમેરિકા વિરુદ્ધ વિશ્વ વેપાર સંગઠનમાં ફરિયાદ નોંધાવી છે. અહીં, ચીન અને અમેરિકા વચ્ચે વધતા વેપાર યુદ્ધને કારણે શેરબજારના રોકાણકારો ચિંતિત છે. ચીન ટ્રમ્પના દરેક પગલાનો બદલો લઈ રહ્યું છે અને સતત ટેરિફ વધારી રહ્યું છે. તેનાથી વૈશ્વિક બજારમાં હલચલ મચી ગઈ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp