ચિરાગ સોલંકી દીપિકાના બેસણાંમાં ગયો, પરંતુ 2 જ મિનિટમાં ઉઠીને કેમ આવતો રહ્યો?
Dipika Patel Suicide Case: ભારતીય જનતા પાર્ટી (BJP)ના વોર્ડ નંબર-30ના મહિલા પ્રમુખ દીપિકા પટેલે 1 ડિસેમ્બરે પોતાના ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. દીપિકા પટેલે આત્મહત્યા કરવા અગાઉ છેલ્લી વખત કોર્પોરેટર ચિરાગ સોલંકી સાથે ફોન પર વાત કરી હતી. સૌથી પહેલાં દીપિકાની ડેડબોડી ચિરાગે જ જોઈ હતી.
દીપિકાના પરિવારજનોની ગેરહાજરીમાં ચિરાગે મૃતદેહ ઉતાર્યો હતો. ઘટના સમયે ચિરાગ સોલંકીએ દીપિકાના ઘરે પહોંચ્યો ત્યારે સર્જિકલ ગ્લવ્ઝ પહેરી રાખ્યા હતા, જે દીપિકાના ઘરની બહારના CCTV ફૂટેજથી સ્પષ્ટ થયું હતું. ચિરાગ દીપિકા સાથે દિવસમાં 15થી વધુ વખત ફોન પર વાત કરતો હતો. જેથી લીધે ચિરાગ સોલંકી શંકાના ઘેરામાં છે.
આ કેસમાં કોર્પોરેટર ચિરાગ સોલંકીની ભૂમિકા શંકાસ્પદ જણાઈ રહી છે. પોલીસે 2 વખત ચિરાગ સોલંકીનું સ્ટેટમેન્ટ લીધું છે. આ દરમિયાન દીપિકાની આત્મહત્યાના 6 દિવસ વીતી ગયા છે, એ છતા અત્યાર સુધી પોલીસ આત્મહત્યાનું સાચું કારણ જાણી શકી નથી. ગઇકાલે દીપિકા પટેલનું બેસણું યોજાયું હતું, જેમાં ચિરાગ સોલંકી પણ પહોંચ્યો ત્યારે સૌ કોઈની નજર ચિરાગ સોલંકી પર હતી.
બેસણું શરૂ થયાના 2 કલાક બાદ ચિરાગ સોલંકી બેસણાંમાં પહોંચ્યો હતો. બેસણાંમાં હાજરી આપ્યા બાદ માત્ર 2 જ મિનિટમાં તે પાછો જતો રહ્યો હતો. ચિરાગ સોલંકીને બેસણા સ્થળ પર જ મીડિયા દ્વારા સવાલો પૂછવામાં આવ્યા હતા. ત્યારે ચિરાગ સોલંકી પોલીસ તપાસ કરી રહી છે એટલું કહી જતો રહ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp