હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વાદળ ફાટવાથી ભારે તબાહી : પાણીમાં વહી ગઈ કારો; જુઓ વિડીયો

હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વાદળ ફાટવાથી ભારે તબાહી : પાણીમાં વહી ગઈ કારો; જુઓ વિડીયો

07/12/2021 National

SidhiKhabar

SidhiKhabar

હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં વાદળ ફાટવાથી ભારે તબાહી : પાણીમાં વહી ગઈ કારો; જુઓ વિડીયો

ધર્મશાળા: હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) ધર્મશાળા (Dharmashala) નજીક ભાગસુ નાગ શહેરમાં વાદળ ફાટવાના કારણે તારાજી સર્જાઈ છે. ધર્મશાલાના માક્લોડગંજથી લગભગ બે કિલોમીટર દૂર આવેલા ફાગસુમાં સોમવારે સવારે વાદળ ફાટવાને કારણે પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. જેના કારણે ઘણા મકાનો અને હોટલોને નુકસાન થયું છે.

પાણીનું સ્તર અચાનક વધી જવાના કારણે પ્રવાસીઓ અને સ્થાનિક લોકોના વાહનો પણ પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાના અનેક વીડિયો સામે આવ્યા છે, જેમાં કાર પાણીના પ્રવાહમાં તણાઈને ગટરમાં વહેતી જોવા મળી હતી. વિડીયો સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાઈરલ થઇ રહ્યા છે.

ક્લાઉડબર્સ્ટની (Cloud Burst) આ ઘટનાને કારણે માંઝી નદીમાં પાણીનું સ્તર વધ્યું છે. હાલના દિવસોમાં ધર્મશાળામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે અને આ દરમિયાન આ પ્રકારની ઘટનાથી પ્રવાસીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. આ ઘટના બની ત્યારે ભાગુસુ નાગ અને આસપાસના વિસ્તારોમાં પ્રવાસીઓની ભારે ભીડ હતી.

છેલ્લા કેટલાક દિવસોમાં કોરોનાના નિયમો હળવા થવાના કારણે દેશના ઘણા ભાગોમાંથી લોકો પર્વતીય વિસ્તારોમાં ફરવા જઈ રહ્યા છે. આ પહેલા પણ હિલ સ્ટેશનો ઉપર મોટી સંખ્યામાં લોકો એકઠા થયાની તસવીરો મીડિયા અને સોશિયલ મીડિયામાં વાઈરલ થઇ હતી, જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે પણ ચિંતા વ્યક્ત કરી હતી.

શિમલામાં ભૂસ્ખલનના કારણે ટ્રાફિક જામ

મીડિયા અહેવાલો અનુસાર, માત્ર થોડા જ કલાકોમાં ધર્મશાળામાં 300 મીમી વરસાદ નોંધાયો છે. દરમિયાન સિમલામાં પણ ઝાકરી નજીક ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું હતું અને જેના કારણે નેશનલ હાઈવે ઉપરનો ટ્રાફિક અટકાવવો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે હિમાચલ પ્રદેશના ધર્મશાલા, સિમલા સહિતના ઘણા વિસ્તારોમાં આગામી બેથી ત્રણ દિવસ સુધી ભારે વરસાદ ચાલુ રહેશે. આવી સ્થિતિમાં, પ્રવાસીઓએ હાલમાં આ વિસ્તારોમાં જવાનું ટાળવું જોઈએ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top