Coldplay Concert: અમદાવાદમાં થનાર કૉલ્ડપ્લે કોન્સર્ટ પર સંકટના વાદળ, જિલ્લા બાળ સુરક્ષા આયોગે ફટકારી નોટિસ
Ahmedabad Coldplay Concert: અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ કૉલ્ડપ્લે કૉન્સર્ટ થવાનો છે. તેને લઈને લોકોમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. પરંતુ હવે કૉલ્ડપ્લે કોન્સર્ટને લઈને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. અમદાવાદમાં યોજાનારા કૉલ્ડપ્લે કૉન્સર્ટને નોટિસ મળી છે. અમદાવાદ જિલ્લા બાળ સુરક્ષા આયોગે કોન્સર્ટને નોટિસ ફટકારી છે. આ નોટિસમાં લીડ સિંગર ક્રિસ માર્ટિનનો સમાવેશ કરતા બેન્ડને પરફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર બાળકોને સામેલ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનાર કૉલ્ડપ્લેના કૉન્સર્ટ અગાઉ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આયોજકોને સૂચના ખાસ માર્ગદર્શિકા આપવામાં આવી છે. પરંતુ હાલમાં જ બાળકો અને પ્રેક્ષકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે નોટિસ આપવામાં આવેલી આયોજકો માટે સંકટના વાદળ સમાન હોઇ શકે છે.
ઘણા વખતથી ચર્ચામાં રહેલું અને ટ્રેન્ડસેટર બની દુનિયામાં મચાવનાર કૉલ્ડપ્લેનો કૉન્સર્ટ આગામી 25 અને 26મી જાન્યુઆરીના રોજ અમદાવાદમાં થવાનો છે. જોકે, કોન્સર્ટ પહેલા જ ફેમસ બ્રિટિશ બેન્ડને નોટિસ ફટકારવામાં આવી છે. ગુજરાત જિલ્લા બાળ સુરક્ષા યુનિટે નોટિસ જારી કરી છે. આ નોટિસમાં લીડ સિંગર ક્રિસ માર્ટિનનો સમાવેશ કરતા બેન્ડને પરફોર્મન્સ દરમિયાન સ્ટેજ પર બાળકોને સામેલ ન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. કૉલ્ડપ્લેના કૉન્સર્ટ અગાઉ બાળકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા આયોજકોને સૂચના ખાસ ગાઇડલાઇન આપવામાં આવી છે.
માર્ગદર્શિકામાં બાળકો માટે આયોજકોને ખાસ આદેશ આપવામાં આવ્યા છે કે કાનની સુરક્ષા માટે કોઈ પણ બાળક ઈયરપ્લગ વિના કૉન્સર્ટમાં પ્રવેશે આપવામાં ન આવે. સૂચનાઓનું પાલન ન કરવા બદલ આયોજકો સામે કડક કાર્યવાહી થઈ શકે છે. ચંદીગઢના રહેવાસીએ દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ આ નોટિસ આપવામાં આવી છે. આ અગાઉ ભારતમાં કૉલ્ડપ્લેનો કૉન્સર્ટ 2016માં યોજાયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp