કેરળ 2026: કોંગ્રેસ ડાબેરીઓનો ગઢ આંચકી લેશે? કે પછી બીજેપી મોટા જનસમર્થન સાથે સત્તામાં આવશે?

કેરળ 2026: કોંગ્રેસ ડાબેરીઓનો ગઢ આંચકી લેશે? કે પછી બીજેપી મોટા જનસમર્થન સાથે સત્તામાં આવશે?

03/05/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

કેરળ 2026: કોંગ્રેસ ડાબેરીઓનો ગઢ આંચકી લેશે? કે પછી બીજેપી મોટા જનસમર્થન સાથે સત્તામાં આવશે?

Kerala Elections, BJP: છેલ્લા એક દાયકા દરમિયાન ભારતીય જનતા પક્ષ આખા દેશમાં સૌથી મજબૂત રાજકીય પક્ષ બનીને ઉભરી આવ્યો છે, એમાં કોઈ શંકા નથી. બીજી તરફ વિપક્ષો ગમે એટલા ધમપછાડા કરવા છતાં બહુ સફળ થઇ શકતા નથી. સ્વતંત્રતા બાદ ભારતના મોટા ભાગના રાજકીય પક્ષોએ લઘુમતી, દલિત સહિતની જ્ઞાતિગત વોટબેન્ક ઉપર જ પોતાનું ફોકસ રાખ્યું. એનું પરિણામ એ આવ્યું કે દેશની સૌથી વિશાળ બહુમતી એવી હિંદુ પ્રજા તરફ કોઈએ લક્ષ્ય રાખ્યું જ નહિ. બીજેપીએ શરૂઆતથી જ હિન્દુત્વની રાજનીતિ સાથે હિંદુ મતદાતાઓને આકર્ષિત કર્યા. એના ફળ હાલમાં પક્ષને ચાખવા મળી રહ્યા છે. તેમ છતાં કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યમાં હિન્દુત્વનો મુદ્દો અત્યાર સુધી ચાલ્યો નથી એ પણ હકીકત છે. પણ કેરળ જેવા ખ્રિસ્તી-મુસ્લિમ બહુલ રાજ્યમાં પણ ચિત્ર બદલાઈ રહ્યું હોવાના સંકેત મળે છે.


કોંગ્રેસ ડાબેરીઓ પાસેથી સત્તા આંચકી લેશે, કે પછી...

કોંગ્રેસ ડાબેરીઓ પાસેથી સત્તા આંચકી લેશે, કે પછી...

કેરળમાં મુખ્ય મુકાબલો ડાબેરીઓ અને કોંગ્રેસના મોરચા વચ્ચે છે. હાલમાં કેરળમાં ડાબેરીઓનો ‘લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ – એલડીએફ’ સત્તા પર છે. પણ છેલ્લી બે સંસદીય ચૂંટણીઓ દરમિયાન કોંગ્રેસના વડપણ હેઠળના ‘યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ – યુડીએફ’ને પણ નોંધપાત્ર મતો મળી રહ્યા છે. એટલે આગામી વિધાનસભા ચૂંટણીઓમાં કોંગ્રેસને આશા છે કે એનો યુડીએફ મોરચો લેફ્ટ પાર્ટીઝને હરાવીને કેરળની સત્તા કબજે કરશે. કોંગ્રેસના વ્યૂહરચનાકારો માને છે કે એલડીએફ સરકાર સામે લોકોમાં નારાજગી છે, પરંતુ યુડીએફ તેના પક્ષમાં કેટલો ફાયદો ઉઠાવવામાં સક્ષમ છે તે જોવાનું રહે છે. બીજી બાજુ, LDF માટે તેના પાછલા પ્રદર્શનનું પુનરાવર્તન કરવું સરળ રહેશે નહીં. આવામાં કોંગ્રેસ હાઈકમાન્ડને કેરળ કબજે કરવાનું સપનું આવે એ શક્ય છે.

પણ કોંગ્રેસ માટે આ સપનું સાચું સાબિત કરવું આસાન નહિ હોય. કેમકે કેરળમાં બીજેપી પણ ઉત્તરોત્તર મજબૂત થઇ રહી છે. જે દર્શાવે છે કે આગામી વિધાનસભા ચૂંટણીઓમાં મુકાબલો ત્રિકોણીય રહેશે, જેમાં યુડીએફ અને એલડીએફ સામે બીજેપી પણ કેરળના હિંદુ મતદારોને આકર્ષવા મેદાને પડશે. બીજી તરફ લેફ્ટ પાર્ટીઝમાં પણ મોટા મતભેદો ચાલી રહ્યા છે. પરિણામે સીપીઆઈ બીજેપી તરફ સરકી રહી હોવાનું મનાય છે.


રાજકીય સમીકરણો શું કહે છે?

રાજકીય સમીકરણો શું કહે છે?

ભાજપના વધતા વોટ શેરે કોંગ્રેસ અને ડાબેરી બંનેની વ્યૂહરચનાઓને અસર કરી છે. 2021ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 12% વોટ મળ્યા હતા, જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં તે વધીને 19% થઈ ગયા હતા. 2024ની લોકસભા ચૂંટણીમાં થ્રિસુર સીટ જીતીને બીજેપીએ પોતાની સ્થિતિ મજબૂત કરી છે અને પાર્ટીએ ઘણી વિધાનસભા ક્ષેત્રોમાં પણ સારું પ્રદર્શન કર્યું છે. ભાજપની વ્યૂહરચના ખાસ કરીને નાયર અને માછીમાર સમુદાયો પર કેન્દ્રિત છે જેમણે પરંપરાગત રીતે એલડીએફને ટેકો આપ્યો છે. નિષ્ણાતો એમ પણ માને છે કે કેરળમાં અગાઉ માત્ર UDF અને LDF વચ્ચે જ સીધો મુકાબલો હતો. પરંતુ ભાજપના ઝડપી ઉદય બાદ હવે આ સ્પર્ધા ત્રિકોણીય બની શકે છે.

2021 માં, ડાબેરી મોરચા LDF એ 140 માંથી 99 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી હતી. જ્યારે કોંગ્રેસના નેતૃત્વમાં યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)ને 41 બેઠકો મળી હતી. જોકે, 2024ની લોકસભા ચૂંટણીમાં CPMને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યાં એલડીએફને માત્ર એક સીટ મળી છે. જ્યારે કેરળમાં પ્રથમ વખત યુડીએફને 18 બેઠકો અને ભાજપે એક બેઠક જીતી છે. હવે આગામી વર્ષે ભાજપ ક્યારે મોટા ખેલાડી તરીકે પ્રવેશ કરી શકે છે તેના પર નજર છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top