TMKOC: પ્રખ્યાત સિરીયલ “તારક મહેતા....”ના કન્ટેન્ટનો ઉપયોગ પોર્ન સાઈટ્સ પર થતો હતો! કોર્ટે આપ્ય

TMKOC: પ્રખ્યાત સિરીયલ “તારક મહેતા....”ના કન્ટેન્ટનો ઉપયોગ પોર્ન સાઈટ્સ પર થતો હતો! કોર્ટે આપ્યો મોટો ચુકાદો!

08/21/2024 Glamour

SidhiKhabar

SidhiKhabar

TMKOC: પ્રખ્યાત સિરીયલ “તારક મહેતા....”ના કન્ટેન્ટનો ઉપયોગ પોર્ન સાઈટ્સ પર થતો હતો! કોર્ટે આપ્ય

TMKOC news: તમને જાણીને નવાઈ અને આઘાત લાગશે, પણ હકીકત એવી છે કે કેટલાક લોકો લોકપ્રિય સિરીયલ “તારક મહેતા કા ઉલટા ચશ્મા” (TMKOC)ની લોકપ્રિયતાને વટાવી ખાવા માટે યુટ્યુબ ચેનલ્સ સહિતના પ્લેટફોર્મ્સ ઉપર શોના કન્ટેન્ટનો ઉપયોગ કરીને અશ્લીલ મટીરીઅલ પીરસી રહ્યા હતા! લોકપ્રિય ટીવી શૉ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાઓએ તાજેતરમાં શોની સામગ્રીનો દુરુપયોગ કરવા બદલ દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.


શું છે આખી મેટર?

શું છે આખી મેટર?

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' 16 વર્ષથી ટીવી પર રાજ કરી રહી છે. સિરિયલ ટીવીનો લોકપ્રિય કોમેડી શૉ છે. જેનું દરેક પાત્ર આજે દર્શકોના દિલમાં વસી ગયું છે. આ શોને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો છે. જો કે, લોકો પોર્ન સાઇટ્સ પર પોસ્ટ કરીને તારક મહેતાની આ કન્ટેન્ટનો દુરુપયોગ પણ કરી રહ્યા છે. જેની સામે હવે શોના મેકર્સે કડક કાર્યવાહી કરી છે. નિર્માતાઓનો આરોપ છે કે કેટલીક વેબસાઈટ પોતાના ફાયદા માટે તારક મહેતાના પાત્રોની તસવીરો અને વાર્તાઓનો ઉપયોગ કરી રહી છે.

શૉના નિર્માતાઓએ એવો પણ દાવો કર્યો હતો કે ઘણા લોકો યુટ્યુબ પર અશ્લીલ વીડિયો બનાવીને પૈસા કમાઈ રહ્યા છે અને ઘણા વ્યુઝ પણ મેળવી રહ્યા છે. આટલું જ નહીં, કેટલીક સંસ્થાઓ ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા શોના ડાયલોગ, પોસ્ટર અને સ્ટીકર દ્વારા તેમનો સામાન વેચી રહી હતી. હવે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના નિર્માતાઓએ કોર્ટનો સંપર્ક કર્યો અને તેમના શોના નામ અને પાત્રના દુરુપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી. જસ્ટિસ મિની પુષ્કર્ણાએ આ મુદ્દે પોતાનો ચુકાદો આપ્યો હતો, જે નિર્માતાઓની તરફેણમાં હતો.


કોર્ટે સંભળાવ્યો ફેંસલો, “48 કલાકમાં નહિ હટાવ્યું, તો...”

કોર્ટે સંભળાવ્યો ફેંસલો, “48 કલાકમાં નહિ હટાવ્યું, તો...”

કોર્ટે આ અંગે પોતાનો ચુકાદો આપ્યો છે. હા, હવે કોઈ તારક મહેતાના કન્ટેન્ટનો દુરુપયોગ કરી શકશે નહીં. હવે શૉના ડાયલોગ્સ, પાત્રો, ટાઇટલ બધું જ કાયદા હેઠળ સુરક્ષિત છે. હવે જો કોઈ આ શોનું કન્ટેન્ટ ચોરી કરવાનું વિચારશે તો તેને સજા થઈ શકે છે.

કોર્ટે પોતાના આદેશમાં કહ્યું છે કે શો સંબંધિત કોઈપણ અશ્લીલ સામગ્રી અપલોડ કરવામાં આવી રહી છે અને હવે તેને હટાવવી પડશે. જો 48 કલાકની અંદર આવું નહીં થાય તો આઈટી મંત્રાલય દ્વારા તમામ વીડિયો પર પ્રતિબંધ મુકવામાં આવશે. આ સાથે હવે કોઈપણ વેબસાઈટ પરવાનગી વગર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કન્ટેન્ટ કે ટ્રેડમાર્કનો ઉપયોગ કરી શકશે નહીં. કોર્ટના આ નિર્ણયથી નિર્માતાઓએ રાહતનો શ્વાસ લીધો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top