રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓનું યોગદાન તેમજ મહિલા સશક્તિકરણ અને સોશિયલ મીડિયા નો ઉપયોગ પર વક્તવ્

રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓનું યોગદાન તેમજ મહિલા સશક્તિકરણ અને સોશિયલ મીડિયા નો ઉપયોગ પર વક્તવ્ય યોજાયું

04/12/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓનું યોગદાન તેમજ મહિલા સશક્તિકરણ અને સોશિયલ મીડિયા નો ઉપયોગ પર વક્તવ્
રાષ્ટ્રના નિર્માણમાં મહિલાઓનું યોગદાન તેમજ મહિલા સશક્તિકરણ અને સોશિયલ મીડિયા નો ઉપયોગ તેમજ વધતા જતા દુષણ અને દૂર કરવા માટે મહિલાઓનું યોગદાન આ વિષય ઉપર ઉમિયાધામ મહિલા તાલીમ વર્ગમાં ચોથા દિવસે વક્તવ્ય આપવામાં આવ્યું.  વક્તવ્યના મુખ્ય બિંદુઓ માં 1857 ને ક્રાંતિ તેમજ ભારત છોડો ચળવળમાં મહિલાઓએ પોતાનો યોગદાન આપ્યું છે તેની માહિતી આપવામાં આવી. ભારતની મહિલાઓમાં મેડમ કામ એટલે ભિખાઈય કામા, રાજકુમારી અમૃતા કોર વિદ્યાલક્ષ્મી પંડિત તેમજ પ્રાચીન કાળમાં વૈદિક સમયમાં ગાર્ગી કપિલા અરુધતી, મૈત્રીય જેવી મહિલાઓનું યોગદાન રહેલું છે તેની જાણકારી આપુ તેમજ પ્રાચીન કાળમાં મહાભારત રામાયણ તેમજ કળિયુગ કાળ ની અંદર અનુક્રમે દ્રૌપદીજી સીતા મૈયા તેમજ અનેક મહિલાઓએ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપેલ છે.

ગુજરાતની મહિલામાં કસ્તુરબા ગાંધી મણીબેન પટેલ મણીબેન કારા મણીબેન નાણાવટી હંસાબેન મહેતા તેમજ મૃદુલી સારાભાઈ જેવી મહિલાઓએ આઝાદીની ચળવળમાં સક્રિય ભાગ લીધો તેની જાણકારી આપવામાં આવી તેમજ સવિશેષ સંઘર્ષ કરી મેડમ કામ ઇંગ્લેન્ડમાં જઈને પહેલી વિદેશમાં મહિલા ક્રાંતિકારી એ ભારતની ચળવળમાં મુખ્ય ભૂમિકા ભજવેલ છે જેવીકે ઇંગ્લેન્ડ વચ્ચે ભારતમાં શસ્ત્રો મોકલવા તેમજ શસ્ત્રો બનાવવા માટે અને દારૂગોળો બનાવવા માટેના સાહિત્ય મુકવા તેમજ ભારતને પ્રતિનિધિત્વ કરે જર્મનીની અંદર ભારતનો તિરંગો ધ્વજ પ્રદર્શિત કરી અને ભારતની ઓળખ આપી અને અંગ્રેજોના શાસન માં શોષણ ગરીબાઈ યાતનાઓને ની રજૂઆતો કરી દુનિયાને ભારતનો પક્ષ મૂકવાની તક મળી એમની સાથે સરદારસિંહ રાણા પર હાજર હતા.


ઇંગ્લેન્ડમાં શામજી કૃષ્ણવર્મા અને સરદારસિંહ રાણા સાથે મળીને ની લડાઈમાં સક્રિય પણે ભાગ ભજવ્યો તેની જાણકારી આપવામાં આવી તેમજ આધુનિક મહિલાઓનું સશક્તિકરણ મહિલાઓ પોતાને સક્રિય પણે દેશની રાજનીતિક સામાજિક વ્યવસ્થા અને આર્થિક વ્યવસ્થામાં સક્રિય પણે ભાગ લે પુરુષોની સમકક્ષ પોતાને લાભ મળે તે માટે કાર્ય કરવા માટે જાણકારી આપવામાં આવી તેમજ સોશિયલ મીડિયામાંથી જે દુષણો ઊભા થાય છે તેનાથી સાવચેત રહેવા માટે મહિલાઓને જાણકારી આપવામાં આવી તેમજ પરિવારની અંદર આજના આધુનિક યુગમાં શહેરીકરણની અંદર જે ન્યુસન્સ છે એ દૂર કરવા માટે મહિલાઓ પોતાની યોગદાન આપે અને સશક્ત સમાજ બનાવી મજબૂત ભારત બનાવવા તરફ ભારતને વિશ્વ ગુરુ બનાવ તરફ મહિલાઓ પોતાની શક્તિનો ઉપયોગ કરે એવું આહવાન કરવામાં આવ્યું કરવામાં આવ્યું


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top