ઉનાળામાં દહીં ખાવાથી નુકસાન કે ફાયદો? આવા લોકોએ ભુલથી પણ ઉનાળામાં દહીં ખાવું ન જોઇએ

ઉનાળામાં દહીં ખાવાથી નુકસાન કે ફાયદો? આવા લોકોએ ભુલથી પણ ઉનાળામાં દહીં ખાવું ન જોઇએ

06/02/2023 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

ઉનાળામાં દહીં ખાવાથી નુકસાન કે ફાયદો? આવા લોકોએ ભુલથી પણ ઉનાળામાં દહીં ખાવું ન જોઇએ

ઉનાળામાં પેટને સ્વસ્થ અને ઠંડુ રાખવા માટે દહીં ખાવાની સલાહ આપવામાં આવે છે. દહીં પ્રોબાયોટીક્સ અને પોષક તત્વોથી ભરપૂર હોય છે. જો કે, ઘણી વખત એવું જોવા મળે છે કે દહીં ખાધા પછી લોકોને પિમ્પલ્સ, ત્વચાની એલર્જી અને પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તેમજ કેટલાક લોકોને દહીં ખાધા પછી શરીરમાં ખૂબ ગરમી લાગે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને દહીં સાથે જોડાયેલી તમામ મહત્વપૂર્ણ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ અને એ પણ જાણીએ કે તમારે રોજ દહીંનું સેવન કરવું જોઈએ કે નહીં.

બાળપણથી જ આપણે બધા જાણીએ છીએ કે દહીંમાં ઠંડકનો ગુણ હોય છે. પરંતુ આયુર્વેદ મુજબ દહીંનો સ્વાદ ખાટો હોય છે અને તેનો સ્વભાવ ગરમ હોય છે. ઉપરાંત, તે પાચન માટે ખૂબ જ ભારે માનવામાં આવે છે. તે પિત્ત અને કફ દોષમાં ખૂબ ઊંચું છે અને વાત દોષમાં ઓછું છે. તેથી જરૂરી છે કે તમે દહીં ખાતી વખતે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો. જો તમે યોગ્ય રીતે દહીંનું સેવન કરો છો, તો તમારે તેનાથી કોઈ પણ પ્રકારનું નુકસાન સહન કરવું પડશે નહીં અને ન તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થશે.

ઉનાળાની ઋતુમાં રોજ દહીં ખાવાને બદલે છાશનું સેવન કરવું જોઈએ. તમે તેને કાળું મીઠું, કાળા મરી અને જીરું ઉમેરીને પી શકો છો. જ્યારે દહીંમાં પાણી ભેળવવામાં આવે છે, ત્યારે તે દહીંના ગરમ સ્વભાવને સંતુલિત કરે છે. દહીંમાં પાણી ઉમેરવાથી તેની ગરમી ઓછી થાય છે અને ઠંડકની અસર થાય છે. આ સાથે એ પણ જરૂરી છે કે તમે દહીને ગરમ કર્યા પછી ન ખાઓ. આમ કરવાથી દહીંના તમામ પોષક તત્વો નાશ પામે છે. ઉપરાંત, જો તમે સ્થૂળતા અથવા કફ દોષથી પીડિત હોવ તો દહીંનું સેવન ટાળો. આયુર્વેદ મુજબ દહીંને ફળોમાં મિક્ષ કરીને પણ ન ખાવું જોઈએ. આમ કરવાથી તમારે પાચન સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

કહેવાય છે કે જો તમારું પાચનતંત્ર નબળું છે તો તમારે રોજ દહીંનું સેવન ન કરવું જોઈએ. જો પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરતું નથી, તો તમારે દહીં ખાવાથી કબજિયાતની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ધ્યાન રાખો કે જ્યારે તમે રોજ એક કપથી વધુ દહીંનું સેવન કરો છો ત્યારે આ સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમે માત્ર એક કપ દહીં ખાઓ છો, તો તેનાથી તમને નુકસાન નથી થતું.


(નોંધઃ આ એક સામાન્ય માહિતી છે. જો તમે દહીં ખાવાથી કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો આ માટે પહેલા ડૉક્ટરનો સંપર્ક કરો.)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top