Threat to kill Donald Trump: ઇરાને આપી દીધી ટ્રમ્પની સુપારી, મારનારને આપવામાં આવશે આટલા કરોડ રૂપિયાનું ઈનામ
Threat to kill Donald Trump: ઈરાન નહોતું ઇચ્છતું કે ટ્રમ્પ ફરીથી રાષ્ટ્રપતિ બને. ટ્રમ્પને સત્તામાં આવતા રોકવાના પ્રયાસો પણ કર્યા, પરંતુ ઈરાન નિષ્ફળ ગયું. ટ્રમ્પે આખરે એજ કર્યું, જેનો ઈરાન પહેલાથી જ ડર હતો. હવે ઈરાન ટ્રમ્પથી છૂટકારો મેળવવા માટે અંતિમ વિકલ્પ પર પહોંચી ગયું છે અને તે છે ટ્રમ્પની હત્યાનો. ખામેનેઇના નજીકના સહાયક અને સલાહકારે ધમકી આપી છે કે ઈરાન માટે ટ્રમ્પને મારી નાખવાનું ખૂબ જ સરળ છે. ઈરાને ધમકી આપી છે કે જ્યારે ટ્રમ્પને એ સમયે મારી શકાય છે જ્યારે તેઓ એકલા અને નિશ્ચિંત હોય. એવી ધમકી આપવામાં આવી છે કે જો ઈરાન ઈચ્છે તો, ટ્રમ્પને તેમના જ ઘરમાં ઘૂસીને મારી શકે છે. હત્યારા માટે 100 બિલિયન તોમનનું ઈનામ રાખવામાં આવ્યું છે જે ભારતીય રૂપિયામાં આશરે 870 કરોડ રૂપિયા છે.
FBI અને CIA સહિત વિશ્વની ઘણી ગુપ્તચર એજન્સીઓ કહી રહી છે કે ઈરાનમાં ટ્રમ્પને મારવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે, પરંતુ આ પહેલીવાર છે જ્યારે ઈરાનની અંદરથી સમાચાર આવ્યા છે કે ટ્રમ્પની હત્યા થઈ શકે છે. ખામેનેઇના વરિષ્ઠ સલાહકાર જાવેદ લારીજાનીએ ટ્રમ્પને મારવાની સીધી ધમકી આપી છે. ઈરાની ડ્રોનને સર્વશક્તિમાન ગણાવતા જાવેદે કહ્યું કે તેમના ડ્રોન ફ્લોરિડાના સ્વિમિંગ પુલમાં પહોંચી શકે છે જ્યાં ટ્રમ્પ સનબાથ લેતા હોય છે અને તેમની હત્યા કરી શકાય છે. જાવેદે દાવો કર્યો હતો કે ઈરાની ડ્રોનના ડરને કારણે, ટ્રમ્પ તેમના જીવનમાં ક્યારેય સનબાથ કરવાની ભૂલ નહીં કરે.
આ ધમકી બાદ, અમેરિકન સુરક્ષા એજન્સીઓની ઊંઘ ઉડી ગઈ છે. Abc11ના અહેવાલ મુજબ તેમણે ન માત્ર ટ્રમ્પની સુરક્ષામાં વધારો કર્યો છે, પરંતુ ગોળીકાંડમાં બેદરકારીના મામલે 6 સુરક્ષા એજન્ટોને પણ સસ્પેન્ડ કરી દીધા છે, જેથી બેદરકારીનો કોઈ અવકાશ ન રહે. આ દરમિયાન, વિશ્વભરના સુરક્ષા નિષ્ણાતોના મતે આ ધમકીનો અર્થ એ છે કે આરબનું યુદ્ધ હજુ પૂરું થયું નથી અને ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો એક નવો અધ્યાય ટૂંક સમયમાં શરૂ થવાનો છે. બીજી તરફ, એવું પણ માનવામાં આવે છે કે ટ્રમ્પને ખતમ કરવા માટે ઈરાનનું ઓપરેશન તેના અંતને આરે છે અથવા તે મોટો ધમાકો કરવાની તૈયારીમાં છે. ખામેનેઇના સલાહકારના આ નિવેદનનો અર્થ એ છે કે તે ધ્યાન ભટકાવવા માટે આપવામાં આવ્યું છે.
ટ્રમ્પને મારવા માટે ઈરાનમાં બ્લડ પેક્ટ નામનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, તેમાં ભંડોળ એકત્ર કરવામાં આવી રહ્યું છે, ટ્રમ્પને ફતવો બહાર પાડીને ભગવાનનો દુશ્મન કહેવામાં આવી રહ્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ ખામેનેઇએ કહ્યું કે તમે (અમેરિકન રાષ્ટ્રપતિ) કંઈક એવું કર્યું છે કે હવે તેઓ માર-લાગોમાં સનબાથ નહીં લઈ શકે. જ્યારે માર-લાગોમાં તડકામાં સેકાઈ રહ્યા હશે એ દરમિયાન એક નાનકડું ડ્રોન તમારી નાભિ પર હુમલો કરીને તમારી હત્યા કરી નાખશે.
ઈરાનની ધમકી પર અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે મને સનબાથ લીધાને લગભગ 7 વર્ષ થઈ ગયા છે, ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, તેમણે કહ્યું કે મને નથી લાગતું કે કોઈ જોખમ છે, પરંતુ હોઈ પણ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp