ડી ગુકેશે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતીને વિક્રમ સર્જ્યો, મળી આટલી ઇનામી રકમ

ડી ગુકેશે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતીને વિક્રમ સર્જ્યો, મળી આટલી ઇનામી રકમ

12/13/2024 Sports

SidhiKhabar

SidhiKhabar

ડી ગુકેશે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીતીને વિક્રમ સર્જ્યો, મળી આટલી ઇનામી રકમ

D Gukesh Prize Money: એક તરફ ભારતમાં ક્રિકેટને લઇને ચાહકોમાં સૌથી વધુ ચર્ચા જોવા મળે છે, તો બીજી તરફ અન્ય રમતોમાં પણ કેટલાક નવા ખેલાડીઓ આવી રહ્યા છે જે સમગ્ર વિશ્વમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે. ચેસ એક એવી રમત છે જેમાં ખૂબ જ ધીરજ રાખવાની જરૂર પડે છે, આ રમતનું નામ સાંભળતા જ તમામ ભારતીય ચાહકોના મનમાં પહેલું નામ આવે તે છે વિશ્વનાથન આનંદ, પરંતુ હવે એક નવો ભારતીય ચેસ ખેલાડી આગળ આવ્યો છે જે બીજું કોઈ નહીં, 18 વર્ષીય ડી ગુકેશ છે.

તેણે 12 ડિસેમ્બરે એવું ઐતિહાસિક કારનામું કર્યું કે, જેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. ડી ગુકેશે વિશ્વ ચેસ ચેમ્પિયનશિપ 2024ની ફાઇનલમાં ચીનના ડીંગ લિરેનને હરાવીને આ ખિતાબ જીતનાર સૌથી યુવા ચેસ ખેલાડીનો ખિતાબ પણ જીતી લીધો હતો. ગુકેશને જીતવા બદલ મોટી ઈનામી રકમ પણ મળી હતી.


ગુકેશને ચેમ્પિયનશિપ જીતવા બદલ 11.45 કરોડ રૂપિયા મળ્યા

ગુકેશને ચેમ્પિયનશિપ જીતવા બદલ 11.45 કરોડ રૂપિયા મળ્યા

વિશ્વ ચેસ ચેમ્પિયનશિપની ગણના વિશ્વમાં સૌથી વધુ ઈનામી રકમ ધરાવતી સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપમાં થાય છે. આ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચનારા ખેલાડીઓ વચ્ચે 21 કરોડ રૂપિયાની રકમ વહેંચવામાં આવે છે, જેમાં આ વખતે ભારતના ડી ગુકેશને ચેમ્પિયનશિપ જીતવા માટે કુલ 11.45 કરોડ રૂપિયા મળ્યા છે. જો IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમ માટે રમનાર મહેન્દ્ર સિંહ ધોનીની સેલેરી પર નજર કરીએ તો તે ખૂબ જ વધારે છે. ધોનીને CSKએ આગામી સીઝન માટે માત્ર 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. આ સિવાય હારનાર ચીનના ડીંગ લિરેનને 9.75 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે.


દરેક મેચ જીતવા બદલ મળી ઈનામી રકમ

દરેક મેચ જીતવા બદલ મળી ઈનામી રકમ

ચેસની રમતની આંતરરાષ્ટ્રીય સંસ્થા FIDEના નિયમો અનુસાર, ફાઇનલમાં રમનાર બંને ખેલાડીઓને અહીં સુધી સફર કરવા દરમિયાન તેમણે જેટલી પણ મેચ જીતી, તેના માટે ઇનામી રકમ પણ આપવામાં આવે છે. ડી ગુકેશને 11.45 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી છે, જેમાં આ 5.07 કરોડની ઈનામી રકમ સામેલ કરીને આપવામાં આવી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top