કોણ છે રણદીપ હુડ્ડાની પત્ની લીન? જાણો ક્યાં અને કેવી રીતે થઈ મુલાકાત
બૉલિવુડ એક્ટર રણદીપ હુડ્ડાએ પોતાની ગર્લફ્રેન્ડ લીન લેશરામ સાથે લગ્ન કરી લીધા છે. બંનેએ 30 નવેમ્બરના રોજ મણિપુરની રાજધાની ઇમ્ફાલમાં મણિપુરી રીત-રિવજોથી લગ્ન કર્યા. બોલિવુડની વૈભવી દુનિયાથી દૂર સાદગી ભરેલા અંદાજમાં થયેલા લગ્ન ખૂબ ચર્ચામાં છે. કપલના લગ્નની ઘણી તસવીરો સામે આવી છે. એવામાં પોતે રણદીપ હુડ્ડાએ લગ્નની તસવીરો પોસ્ટ કરીને કહ્યું કે, એ જ નસીબને મંજૂર છે. એવામાં હવે દરેક એ જ જાણવા માંગે છે કે રણદીપ હુડ્ડાની પત્ની લીન કોણ છે અને શું કરે છે?
રણદીપ હુડ્ડાની જેમ તેની પત્ની લીન પણ એક એક્ટ્રેસ છે. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. હવે તમે પોતાના મનમાં વિચારી રહ્યા હશો કે તમે તેને કઇ ફિલ્મોમાં જોઈ છે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ લીન સુજોય ઘોષની ફિલ્મ ‘જાને જાન’માં નજરે પડી છે. આ ફિલ્મમાં કરીના કપૂર ખાન અને વિજય વર્મા લીડ રોલમાં હતા. ફિલ્મમાં લીને પ્રેમાની ભૂમિકા ભજવી છે. આ અગાઉ તે OTT પર એન્થોલોજી ફિલ્મ ‘મોડર્ન લોવ: મુંબઈ’માં પણ નજરે પડી ચૂકી છે. લીન ‘રાત રાની’ એપિસોડનો હિસ્સો હતી. એટલું જ નહીં લીને પ્રિયંકા ચોપરાની નેશનલ એવોર્ડ વિનિંગ ફિલ્મ ‘મેરી કોમ’માં પણ કામ કર્યું હતું. એટલું જ નહીં લીને દીપિકા પાદુકોણ સાથે ફિલ્મ ‘ઓમ શાંતિ ઓમ’માં ડેબ્યૂ કર્યું હતું. જેમાં શાહરુખ લીડ રોલમાં હતો. જો કે, ફિલ્મમાં લીનનો રોલ ખૂબ નાનો હતો.
View this post on Instagram A post shared by Randeep Hooda (@randeephooda)
A post shared by Randeep Hooda (@randeephooda)
લીનનો જન્મ મણિપુરમાં થયો છે, પરંતુ તેણે પ્રાથમિક અભ્યાસ મુંબઈથી કર્યો. ત્યારબાદ લીને મુંબઈની સોફિયા કોલેજ ફોર વુમનથી ગ્રેજ્યુએશન અને ન્યૂયોર્કમાં સ્ટેલ એડલર સ્ટુડિયો ઓફ એક્ટિંગમાં અભિનયની તાલીમ લીધી. બંનેની પહેલી મુલાકાતની વાત કરીએ તો હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં લીને જણાવ્યું હતું કે તે મુંબઇમાં નસીરુદ્દીન શાહના થિયેટર ગ્રુપ મોટલેમાં પહેલી વખત રણદીપ હુડ્ડાને મળી હતી. રણદીપ હુડ્ડા, લીનનો સીનિયર હતો. મિત્રતાથી શરૂ થયેલો આ સંબંધ ધીરે ધીરે પ્રેમ અને પછી લગ્ન સુધી પહોંચી ગયો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp