આગ ઝરતી ગરમીમાં લૂથી બચવા આટલું કરો, ને જો લૂ લાગી જાય તો શું કરવું? તે પણ જાણો

આગ ઝરતી ગરમીમાં લૂથી બચવા આટલું કરો, ને જો લૂ લાગી જાય તો શું કરવું? તે પણ જાણો

04/19/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

આગ ઝરતી ગરમીમાં લૂથી બચવા આટલું કરો, ને જો લૂ લાગી જાય તો શું કરવું? તે પણ જાણો

Summer Tipes: આ ઉનાળાની આગ ઝરતી ગરમીમાં શરીરમાં પાણીનું પૂરતું પ્રમાણ જાળવી રાખવું ખુબ જરૂરી છે. કેમકે પાણીની કમીને કારણે શરીરને તરત જ લૂ લાગી જાય છે. આ ઉપરાંત શરીર બીજી પણ કેટલીક સમસ્યાઓનો ભોગ બને છે. તેથી ઉનાળામાં આ બધી સમસ્યાઓથી બચવા આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.


લૂથી બચવા માટે

લૂથી બચવા માટે
  • ઉનાળામાં શરીરમાં પાણીની કમી ન સર્જાય તે માટે પૂરતા પ્રમાણમાં પાવી પીવું જોઈએ. એનર્જી મેળવવા માટે લીંબુ શરબત પણ ફાયદાકારક રહેશે.
  • શરીરમાં પ્રવાહીની માત્રા ઓછી ન થાય તે માટે ORS દ્રાવણ અથવા ઘરે બનાવેલા પીણા જેવા કે છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ, નારિયેળ પાણી વગેરેનો ઊપયોગ કરવો. વજન તેમજ રંગમાં હળવા પ્રકારના સુતરાઉ વસ્ત્રો પહેરવા.
  • જો તમે ઘર ની બહાર હોવ તો માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સન-ગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવી પ્રાથમિક સારવાર માટેની તાલીમ લો.
  • બાળકો, સગર્ભા, વૃદ્ધ, બિમાર વ્યક્તિ અને વધુ વજન ધરાવતા વ્યક્તિને લૂ લાગવાની સંભાવના વધારે હોય છે, તેથી તેમની વિશેષ કાળજી લેવી.
  • વાઈ, હૃદય, કીડની કે યકૃત સંબંધી બીમારીથી પીડાતા વ્યક્તિઓ કે જેમને પ્રવાહીની માત્રા ઓછી લેવાની હોય તેમણે તેમજ જેમના શરીરમાંથી પ્રવાહીનો નિકાલ ઓછો થતો હોય તેમણે વધુ પડતું પ્રવાહી લેતા પહેલા ડોકટરની સલાહ અવશ્ય લેવી જોઈએ.

લૂ લાગે તો આ સારવાર કરો

લૂ લાગે તો આ સારવાર કરો

ભીના કપડાનો ઉપયોગ કરવો અથવા લૂ લાગી હોય તે વ્યક્તિના માથા પર પાણી રેડવું. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ઓ.આર.એસ અથવા લીંબુ સરબત જેવું ઠંડુ પ્રવાહી આપવું. વ્યક્તિને તાત્કાલીક નજીકના સ્વાસ્થય કેન્દ્ર ઉપર લઇ જવા. જો શરીરનું તાપમાન એકધારુ વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, ચક્કર આવતા હોય, નબળાઈ હોય, ઊલ્ટી થતી હોય કે બેભાન થઈ ગયો હોય તો તાત્કાલિક સારવાર મેળવવી.


આટલું ન કરો

આટલું ન કરો

બપોરના સમયે તડકામાં જવાનું ટાળવું. ના છૂટકે બપોરના સમયે બહાર જવાનું થાય તો શ્રમ પડે તેવી પ્રવૃત્તિ ન કરવી. ખુલ્લા પગે બહાર ન જવું. આવા સમયે રસોઇ ન કરો, બને તો રસોઈ વહેલા કરી લેવી. રસોડામાં હવાની અવર-જવર માટે બારી અને બારણા ખુલ્લા રાખવા. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણા જેમ કે શરાબ, ચા-કોફી, સોફ્ટ ડ્રિક્સ લેવાનું ટાળો. પ્રોટીનની વધુ માત્રા વાળા, મસાલેદાર, તળેલા, વધુ પડતા મીઠા વાળા આહારને ત્યજો. આ ઉપરાંત પાર્ક કરેલા વાહનમાં પાળતુ પ્રાણી કે બાળકોને એકલા ન રાખો. વધારે પડતી રોશની વાળા વિજળીના બલ્બનો ઉપયોગ ટાળો અને જરૂર ના હોય તો કોમ્પ્યુટર કે બીજા ઊપકરણને બંધ રાખો.


ઘરને ઠંડુ રાખવા માટે આટલું કરો

ઘરને ઠંડુ રાખવા માટે આટલું કરો
  • ઘરની દીવાલોને સફેદ રંગથી રંગવી. ઘરમાં ઓછા ખર્ચે ઠંડક મેળવવા માટે કૂલ રુફ ટેકનોલોજી, હવાની અવર-જવર માટે ક્રોસ વૅટીલેશન અને થર્મો કૂલ ઇન્સુલેશનનો ઉપયોગ કરવો. સૂકા ઘાંસની ગંજી છત ઉપર રાખવી અથવા છત ઉપર શાકભાજી પણ ઉગાડી શકાય.
  • ઘરની બારીઓ ઉપર સૂર્યપ્રકાશને પરાવર્તિત કરવા માટે એલ્યુમિનીયમ ફોઇલ કવર વાળા પૂંઠા લગાવવા અથવા ઘેરા રંગના પડદા બારીઓને રંગીન કાચ લગાવો અથવા સનશેડ લગાવો અને ફક્ત ૧ જ બારી ખોલો. બને ત્યા સુધી નીચેના માળ ઉપર રહો.
  • લીલા રંગના છાપરા મકાનને કુદરતી ઠંડુ રાખે છે અને એયર કંડીશનરનો ઉપયોગ ઘટાડે છે. એયર કંડીશનરનું તાપમાન ૨૪ ડીગ્રી કે તેનાથી વધુ રાખો, જેથી વિજળીનું બીલ ઓછુ આવે અને સાથે સ્વસ્થતાનું પણ ધ્યાન રાખી શકાય. નવા ઘરના બાંધકામ વખતે રાબેતા મુજબની દીવાલને બદલે છીદ્રાળુ દીવાલ ટેકનોલોજીનો ઉપયોગ કરવો. જાડી દીવાલનું ચણતર કરવું, જે ઘરને અંદરથી ઠંડુ રાખશે. નીચેથી જાળીદાર દીવાલ ચણતર કરો કે જે ગરમીને અટકાવે અને વધુ હવાને પરસ્પર થવા દેશે. દીવાલને રંગવા માટે ચૂનો અથવા કાદવ જેવા કૂદરતી સામગ્રીનો ઉપયોગ કરો.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top