ઓનલાઇન જુગારમાં બરબાદ થયો ડોક્ટર, દેવું ભરવા ચોંકાવનારી ઘટનાને આપ્યો અંજામ

ઓનલાઇન જુગારમાં બરબાદ થયો ડોક્ટર, દેવું ભરવા ચોંકાવનારી ઘટનાને આપ્યો અંજામ

08/05/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ઓનલાઇન જુગારમાં બરબાદ થયો ડોક્ટર, દેવું ભરવા ચોંકાવનારી ઘટનાને આપ્યો અંજામ

પોકર ગેમમાં રૂપિયા હારી જવાથી પોતાનું અપહરણ (kidnapping) થયું હોવાનું તરકટ રચનારા ડોક્ટરની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (ahmedabad crime branch) સાઉથ બોપલ વિસ્તારમાંથી ધરપકડ કરી લીધી છે.


અમદાવાદ શહેર પોલીસ કંટ્રોલરૂમ (police control room)ને એક કોલ મળ્યો હતો જેમાં એક ડોક્ટરનું અપહરણ થયાનો મેસેજ સમગ્ર શહેર પોલીસને ફોરવર્ડ કરવામાં આવ્યો હતો. ખોખરા વિસ્તારમાં રહેતા અને આંખના હોસ્પિટલ ચલાવતા ડોક્ટરનું અપહરણ થયું છે અને અપહરણકર્તાઓએ રૂપિયા ૧૫ લાખની ખંડણી માંગી છે સમગ્ર બનાવની ગંભીરતાને જોતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ પણ સમગ્ર કેસમાં તપાસમાં જોતરાઇ ગઇ હતી.


જે નંબર પરથી ફોન આવ્યો હતો તે નંબરના લોકેશન ટ્રેસ કરવાની કામગીરી પણ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શરૂ કરી દીધી હતી જેમાં ડોક્ટર સંકેત શાહ તેમનું અપહરણ થયું છે તેમના જ મોબાઈલ નંબર પરથી તેમના પિતાના મોબાઈલ નંબર ઉપર એક ફોન આવ્યો હતો અને બાદમાં અલગ-અલગ મેસેજ પણ આવ્યા હતા જેમાં તમારા દીકરાનું અપહરણ થયું છે અને રૂપિયા ૧૫ લાખ તૈયાર રાખજો તેવી ગર્ભિત ચીમકી ભર્યા મેસેજ પણ કરવામાં આવ્યા હતા આ તમામ બાબતોનો ટેકનીકલ એનાલિસિસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં શરૂ કરી દીધુ હતું.

 


ડોક્ટર સંકેત શાહ આજે ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવી ગયા છે. કારણ માત્ર એક જ છે કે તેમણે પોતાનું અપહરણ થયા હોવાનું મેસેજ તેમના પિતાને કર્યો હતો અને ખંડણીના ભાગ સ્વરૂપે રૂપિયા ૧૫ લાખની માંગણી કરી હતી આ તમામ તરકટ રચવા પાછળનો મુખ્ય કારણ એ હતું કે ડોક્ટર સંકેત શાહ ઓનલાઇન પર ગેમમાં જુગાર રમતો હતો અને હારી જતાં તેણે પોતાના જ પિતા પાસેથી પૈસા મેળવવા માટે આ પ્રકારનો ગુનો આચર્યા હોવાની કેફિયત પોલીસ સમક્ષ ખુદ પોતે ડોક્ટરે જ કબૂલી છે.


ઉપરાંત ડોક્ટર સંકેત શાહે અગાઉ પણ પોતાનો અકસ્માત થયો છે અને રૂપિયા ૧૨ લાખ સામેવાળા માંગે છે તેમ કહીને પોતાના પિતા પાસેથી આ રૂપિયા માંગ્યા હતા. જ્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપી એવા ડોક્ટરની કડકાઈપૂર્વક પૂછપરછ કરી.


ત્યારે એક ચોંકાવનારી બાબત એ પણ સામે આવી હતી કે વર્ષ 2015થી 2019 દરમિયાન બેંગ્લોરમાં મેડિકલનો અભ્યાસ કરતા હતા તે સમયે પણ પોકર ગેમમાં રૂપિયા હારી જતા પોતાના જ ડોક્ટર મિત્રો પાસેથી 26 લાખ 50 હજાર રૂપિયા ઉછીના લીધા હતા.


ડોક્ટરનો વ્યવસાય આપણા સમાજમાં ઉચ્ચ દરજ્જાનો વ્યવસાય માનવામાં આવે છે અને આવા જ પ્રકારના લોકો જ્યારે આ પ્રકારની પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે સમાજમાં એક ખોટું મેસેજ પણ પહોંચે છે. હાલ ક્રાઈમ બ્રાન્ચે આરોપી ડોક્ટરની ધરપકડ કરીને સ્થાનિક ખોખરા પોલીસ સ્ટેશનને સોંપવાની તજવીજ હાથ ધરી છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top