શું BJP પશ્ચિમ બંગાળમાંથી 8 જિલ્લાને અલગ કરવા માંગે છે? PMO પાસે પ્રસ્તાવ, અંદરની વાત શું છે?

શું BJP પશ્ચિમ બંગાળમાંથી 8 જિલ્લાને અલગ કરવા માંગે છે? PMO પાસે પ્રસ્તાવ, અંદરની વાત શું છે?

07/25/2024 Politics

SidhiKhabar

SidhiKhabar

શું BJP પશ્ચિમ બંગાળમાંથી 8 જિલ્લાને અલગ કરવા માંગે છે? PMO પાસે પ્રસ્તાવ, અંદરની વાત શું છે?

Separation of North Bengal: ઉત્તર બંગાળને અલગ કરોઃ પશ્ચિમ બંગાળમાં ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુકાંત મજુમદારના નિવેદન બાદ બંગાળમાં રાજકીય તોફાન ઉભું થયું છે. મજુમદારનું કહેવું છે કે અમે પીએમ મોદી સાથે વાત કરી છે અને ઉત્તર બંગાળને નોર્થ-ઈસ્ટમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસના નેતાઓએ ભાજપના નેતા પર નિશાન સાધવાનું શરૂ કરી દીધું છે. મજમુદાર અને ભાજપની ટીકા કરતાં તેમણે કહ્યું કે આ લોકો ‘બંગાળ વિરોધી’ છે. સુકાંત મજુમદારનું આ નિવેદન સાવ અમથું નથી આવ્યું, એની પાછળ એક કડવી વાસ્તવિકતાની સાથે રાજકીય ગણતરી પણ રહેલી છે. આખી વાત ડિટેલમાં સમજો.


સુકાંતે કહ્યું, “હું આજે પ્રધાનમંત્રીને મળ્યો હતો, અને...” શું છે ગણતરી?

સુકાંતે કહ્યું, “હું આજે પ્રધાનમંત્રીને મળ્યો હતો, અને...” શું છે ગણતરી?

બંગાળમાં કેન્દ્રીય શિક્ષણ રાજ્ય મંત્રી સુકાંત મજુમદારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ કહેતા જોવા મળે છે કે, "હું આજે પીએમને મળ્યો હતો અને ઉત્તર બંગાળને ઉત્તર-પૂર્વ ભારતમાં સામેલ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. હવે આ અંગે પીએમએ નિર્ણય લેવાનો છે. પરંતુ જો ઉત્તર બંગાળને ઉત્તર-પૂર્વ ભારતમાં સામેલ કરવામાં આવે તો તો આ ક્ષેત્રને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ મળશે." ભાજપના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે આવા પગલાથી વિસ્તારના વધુ સારા વિકાસની ખાતરી થશે અને તેમને ખાતરી છે કે રાજ્ય સરકારને કોઈ વાંધો નહીં હોય.

આ પહેલીવાર નથી જ્યારે ભાજપે ઉત્તર બંગાળને બંગાળથી અલગ કરવાની વાત કરી હોય, આ પહેલા પણ આવી માંગ ઉઠી છે, આ પહેલા પણ અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠી હતી. તાજેતરના દિવસોમાં ભાજપના નેતાઓ અને સાંસદોએ ઉત્તર બંગાળને પશ્ચિમ બંગાળથી અલગ રાજ્ય બનાવવાની માંગ ઉઠાવી છે. આવો જાણીએ આ પાછળ ભાજપનો ઈરાદો શું છે.


BJP જ્યાં જીતે, એ વિસ્તારોની મમતા બેનરજી ઉપેક્ષા કરે છે!

BJP જ્યાં જીતે, એ વિસ્તારોની મમતા બેનરજી ઉપેક્ષા કરે છે!

મમતા બેનરજી પોતાના દુશ્મનો સામે અત્યંત કટ્ટર વલણ અપનાવવા માટે જાણીતા છે. એમાં ખુદ પ્રજા પણ બાકાત નથી. જે વિસ્તારોના લોકો ટીએમસીને મત નથી આપતા, એમનો વિકાસ ટીએમસી સરકાર દ્વારા જાણી જોઈને રૂંધવામાં આવતો હોય, એવી ફરિયાદો અગાઉ પણ ઉઠતી રહી છે. ટીએમસી પછી બીજેપી બંગાળમાં બીજી સૌથી મોટી પાર્ટી છે, પરંતુ ઉત્તર બંગાળમાં બીજેપીનું વર્ચસ્વ ખૂબ જ મજબૂત છે, ઉત્તર બંગાળમાં બીજેપીએ સાતમાંથી પાંચ લોકસભા બેઠકો જીતી હતી, જ્યારે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ઉત્તર બંગાળમાં સાતમાંથી છ બેઠકો જીતી હતી. એટલે કે ઉત્તર બંગાળ ભાજપની નજીક છે.

બીજેપી સાંસદ જોન બારલાએ પહેલા જ માંગ કરી હતી કે ઉત્તર બંગાળના આઠમાંથી સાત જિલ્લાઓને મર્જ કરીને રાજ્યમાંથી નવો કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવે. જ્યારે કોઈ પણ બીજેપી નેતા ઉત્તર બંગાળને અલગ કરવાની માંગ કરે છે, ત્યારે તે બે આધાર આપે છે, નંબર એક એ છે કે આ જિલ્લાઓમાં કોઈ વિકાસ થયો નથી. બીજું, આ જિલ્લાઓમાં ભાજપનું વર્ચસ્વ છે, તેથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) સરકાર આ જિલ્લાઓ પર ધ્યાન આપતી નથી.

બીજી તરફ ટીએમસીના પ્રવક્તા કુણાલ ઘોષે કહ્યું હતું કે બીજેપી લોકોને ભ્રમિત કરી રહી છે. ટીએમસીના પ્રવક્તા રિજુ દત્તાએ એક પોસ્ટ શેર કરીને કહ્યું છે કે અમે બંગાળને એક રાખવા માટે લોહીના છેલ્લા ટીપા સુધી લડી લેશું. જો કે ટીએમસીના એક પણ નેતાએ ઉત્તર બંગાળના વિકાસ માટે કશું કહ્યું નહોતું!


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top