બાંગ્લાદેશ પર ડોનાલ્ડ ટ્રમ્પની મોટી કાર્યવાહી, ઢાકાને આપવામાં આવતી તમામ મદદ તાત્કાલિક અસરથી બંધ

બાંગ્લાદેશ પર ડોનાલ્ડ ટ્રમ્પની મોટી કાર્યવાહી, ઢાકાને આપવામાં આવતી તમામ મદદ તાત્કાલિક અસરથી બંધ

01/27/2025 World

SidhiKhabar

SidhiKhabar

બાંગ્લાદેશ પર ડોનાલ્ડ ટ્રમ્પની મોટી કાર્યવાહી, ઢાકાને આપવામાં આવતી તમામ મદદ તાત્કાલિક અસરથી બંધ

અમેરિકાએ બાંગ્લાદેશ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. ટ્રમ્પ વહીવટીતંત્રે તાત્કાલિક અસરથી બાંગ્લાદેશને આપવામાં આવતી તમામ સહાય પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ બાંગ્લાદેશમાં અમેરિકાની મદદથી ચાલતી તમામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશ વિરુદ્ધ સૌથી મોટી કાર્યવાહી કરી છે. ટ્રમ્પે બાંગ્લાદેશને આપવામાં આવતી તમામ સહાય તાત્કાલિક અસરથી બંધ કરી દીધી છે. ટ્રમ્પના એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં બાંગ્લાદેશને આપવામાં આવતી તમામ પ્રકારની સહાય તાત્કાલિક અસરથી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 


તાત્કાલિક અસરથી રોકવામાં આવી

તાત્કાલિક અસરથી રોકવામાં આવી

આ આદેશમાં બાંગ્લાદેશને આપવામાં આવતી મદદ રોકવાની સાથે તમામ પ્રકારના પ્રોજેક્ટ પર પણ રોક લગાવવામાં આવી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે બાંગ્લાદેશમાં ચાલી રહેલા તમામ કામને પણ તાત્કાલિક અસરથી રોકવામાં આવી રહ્યા છે. USAIDએ એક પત્ર જારી કરીને આ જાણકારી આપી છે. જેમાં ગ્રાન્ટ, કોન્ટ્રાક્ટ સહિતના તમામ પ્રકારની સહાયતાના કાર્યક્રમો તાત્કાલિક બંધ કરવા જણાવાયું છે. 


એસ જયશંકરે આ મુદ્દો ઉઠાવ્યો હતો

એસ જયશંકરે આ મુદ્દો ઉઠાવ્યો હતો

ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતાની સાથે જ ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ અપરાધોનો મુદ્દો ઉઠાવ્યો હતો અને ટ્રમ્પ વહીવટીતંત્રને બાંગ્લાદેશ વિરુદ્ધ કડક પગલાં લેવાની માંગ કરી હતી. થોડા જ દિવસોમાં અમેરિકાએ બાંગ્લાદેશ વિરુદ્ધ આ કડક કાર્યવાહી કરી છે. જોકે, USએ બાંગ્લાદેશ સામે પગલાં લેવાનું કોઈ કારણ આપ્યું નથી. પરંતુ ટ્રમ્પના આ નિર્ણયને બાંગ્લાદેશની મોહમ્મદ યુનુસ સરકાર માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. USAID એ અમેરિકન એજન્સી છે. જે આરોગ્ય, શિક્ષણ, કૃષિ, કટોકટી અને માનવતાવાદી સહાય જેવી વસ્તુઓમાં વિવિધ દેશોને અબજો ડોલરની સહાય પૂરી પાડે છે. અમેરિકાના આ પગલાથી બાંગ્લાદેશને મોટો ફટકો પડ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top