America: હુમલાખોર નરસંહાર કરવા.., વાંચો અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા આતંકવાદી હુમલાની દર્દ

America: હુમલાખોર નરસંહાર કરવા.., વાંચો અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા આતંકવાદી હુમલાની દર્દનાક કહાની

01/02/2025 World

SidhiKhabar

SidhiKhabar

America: હુમલાખોર નરસંહાર કરવા.., વાંચો અમેરિકાના ન્યૂ ઓર્લિયન્સમાં થયેલા આતંકવાદી હુમલાની દર્દ

અમેરિકાના ન્યૂ ઑર્લિયન્સમાં નવા વર્ષની ઉજવણી કરી રહેલા લોકોની ભીડ પર 'આતંકવાદી હુમલો' થયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે, નરસંહાર માટે તલપાપડ હુમલાખોરે પોતાનું વાહન ભીડ તરફ વાળી દીધુ અને લોકોને કચડતા નીકળી ગયો. રોઇટર્સના રિપોર્ટ અનુસાર, અત્યાર સુધીમાં 15 લોકોના મોત થયા છે અને 35 લોકો ઇજાગ્રસ્ત થયા છે.

શહેરના મેયર, લાટોયા કેન્ટ્રેલે, આઇકોનિક બોર્બોન સ્ટ્રીટ પર વહેલી સવારના હુમલાને "આતંકવાદી હુમલો" તરીકે વર્ણવ્યો હતો. પોલીસ ચીફ એન. કિર્કપેટ્રિકે જણાવ્યું હતું કે હુમલાખોર હુમલો કરવા માટે નરસંહારનો ઇરાદો ધરાવતો હતો.


પોલીસે કેટલાક શંકાસ્પદ પેકેટોનો નાશ કર્યો

પોલીસે કેટલાક શંકાસ્પદ પેકેટોનો નાશ કર્યો

અધિકારીઓએ જણાવ્યું કે આતંકીની ઓળખ થઈ શકી નથી. તેણે પોતાની સફેદ પિકઅપ ટ્રક ભીડમાં ઘૂસાડી દીધી, બહાર નીકળીને પોલીસ પર ગોળીબાર કર્યો, ત્યારબાદ પોલીસે તેને મોતને ઘાટ ઉતારી દીધો. જેમાં 2 પોલીસકર્મી ઇજાગ્રસ્ત થયા હતા. અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે નજીકમાં દેશી બનાવટનો બોમ્બ પણ મળી આવ્યો છે. ફેડરલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)એ સુનિશ્ચિત કરવા માટે તપાસ હાથ ધરી છે કે ત્યાં અન્ય કોઈ બોમ્બ તો નથી ને. પોલીસે કેટલાક શંકાસ્પદ પેકેટોનો નાશ કર્યો.

આ હુમલો સુગર બાઉલની ઘટનાના થોડા કલાકો અગાઉ થયો હતો. સુગર બાઉલ એક વાર્ષિક કૉલેજ ફૂટબોલ ગેમ છે જેમાં નવા વર્ષના દિવસે મોટી સંખ્યામાં લોકો અને મોટા ટેલિવિઝન પ્રેક્ષકો ભેગા થાય છે. જેના કારણે ભય વધુ વધી ગયો છે.


બોર્બોન સ્ટ્રીટમાં મોટા પાયે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે

બોર્બોન સ્ટ્રીટમાં મોટા પાયે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે

બોર્બોન સ્ટ્રીટ અમેરિકામાં એવા સ્થળો પૈકીનું એક છે જ્યાં મોટા પાયે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે અને તે વાર્ષિક માર્ડી ગ્રાસ પરેડ માટે પ્રખ્યાત છે. આ આતંકવાદી હુમલો રાષ્ટ્રપતિ જો બાઇડેનના વહીવટના અંતિમ દિવસોમાં અને નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળ્યાના 3 અઠવાડિયા અગાઉ થયો છે.

વ્હાઇટ હાઉસ તરફથી શું કહેવામાં આવ્યું

વ્હાઇટ હાઉસે કહ્યું કે FBI અને ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના વરિષ્ઠ અધિકારીઓએ બાઇડેનને આ ઘટના વિશે જાણ કરી છે. રાષ્ટ્રપતિ હાલમાં વિલ્મિંગ્ટનમાં છે અને સપ્તાહના અંતે કેમ્પ ડેવિડ જઈ રહ્યા છે. તેમણે મેયર કેન્ટ્રેલને ફોન કર્યો અને સંપૂર્ણ ફેડરલ સમર્થનની ખાતરી આપી. FBIએ તેને આતંકી હુમલો માન્યો, ત્યારબાદ થયેલા ખુલાસાએ બધાને હેરાન કરી દીધા છે, કેમ કે ટ્રકમાંથી આંતકી સંગઠન ISISનો ઝંડો મળ્યો છે. અમેરિકામાં અન્યત્ર, નવા વર્ષની ઉજવણી કોઈપણ અનિચ્છનીય ઘટના વિના પસાર થઈ.


બાઇડેને ISISથી પ્રેરિત હોવાનું જણાવ્યું

બાઇડેને ISISથી પ્રેરિત હોવાનું જણાવ્યું

પ્રમુખ જો બાઇડેને બુધવારે જણાવ્યું હતું કે બોર્બોન સ્ટ્રીટ પર નવા વર્ષના દિવસની ઉજવણી કરી રહેલા લોકો પર હુમલો કરનાર શંકાસ્પદ ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી સંગઠન દ્વારા "પ્રેરિત" હતો. ન્યૂ ઓર્લિયન્સમાં હુમલાના થોડા સમય અગાઉ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં, વ્યક્તિએ સંકેત આપ્યા હતા કે તેની હત્યા કરવાની ઇચ્છા હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top