કચ્છમાં વધુ એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા, જાણો કેટલી હતી તીવ્રતા
Earthquake tremors in Kutch: કચ્છમાં સપ્ટેમ્બર માસમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ અહીં વધુ એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 1:59 વાગ્યે 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી દૂર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
કચ્છમાં ભૂકંપના આંચકાનું કારણ ત્યાં રહેલી ફોલ્ટ લાઇન છે. કચ્છમાં 6 ફોલ્ટલાઇન સક્રિ છે જેથી તેમાં આવતા ફેરફારના કારણે ભૂકંપના આંચકા અનુભવાય છે. કચ્છની જેમ હિમાલયની તળેટીમાં પણ MCT નામની ફોલ્ટલાઇન એક્ટિવ છે જેમાં સમયાંતરે ભૂકંપના ઓછી તીવ્રતાના આંચકા અનુભવાય છે જેના કારણે ત્યાં ભૂસ્ખલનમાં જોવા મળે છે.
26 જાન્યુઆરી 2001ના રોજ કચ્છ જિલ્લામાં 6.9ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેણે થોડી જ ક્ષણોમાં બધું જ હતું ન હતું કરી નાંખ્યું હતું. આ ભૂકંપના એક આંચકામાં હજારો ઈમારતો ગંજી પાનાંનિ મહેલની જેમ ભોય ભેગી થઈ ગઈ હતી, જેમાં અંદાજે 20,000 હજાર લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે 1, 67,000 લોકો ઇજાગ્રસ્ત થઇ ગયા હતા
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp