ભુપેશ બઘેલના દીકરાના ઘરે EDના દરોડા, જાણો કયા મામલે થઇ રહી છે કાર્યવાહી

ભુપેશ બઘેલના દીકરાના ઘરે EDના દરોડા, જાણો કયા મામલે થઇ રહી છે કાર્યવાહી

03/10/2025 Politics

SidhiKhabar

SidhiKhabar

ભુપેશ બઘેલના દીકરાના ઘરે EDના દરોડા, જાણો કયા મામલે થઇ રહી છે કાર્યવાહી

વિપક્ષ દ્વારા એનાફોર્સમેન્ટ ડીરેકટોરેત (ED) પર સરકારના ઇશારે કામ કરવાનો આરોપ લગાવી રહ્યું છે, ત્યારે હવે EDએ એક એવી કાર્યવાહી કરી છે કે, ત્યારબાદ હવે ફરી એક વખત વિપક્ષ આ આરોપ લગાવી શકે છે. છાત્તીસગધાના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા ભુપેશ બઘેલના પુત્ર ચૈતન્યના ભિલાઈ સ્થિત આવાસ પર EDએ દરોડા પડ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે, આ કાર્યવાહી 2161 કરોડ રૂપિયાના દારૂ કૌભાંડમાં ચાલી રહી છે. નાણાકીય અનિયમિતતાઓ અને મની લોન્ડ્રિંગ સંબંધિત કેસોની તપાસ ચાલી રહી છે, જે દારૂ કૌભાંડ સાથે પણ જોડાયેલા હોવાનું કહેવાય છે. અત્યાર સુધીમાં આ કેસમાં ઘણા અધિકારીઓ અને એક ભૂતપૂર્વ મંત્રીની ધરપકડ કરવામાં આવી છે. ચૈતન્ય બઘેલનો રિયલ એસ્ટેટનો બિઝનેસ છે. ચૈતન્ય ખેતી પણ કરે છે. તેમના લગ્ન 3 વર્ષ અગાઉ ખેડૂત પરિવારની પુત્રી ખ્યાતિ સાથે થયા હતા.


દરોડા પર ભૂપેશ બઘેલની પ્રતિક્રિયા

દરોડા પર ભૂપેશ બઘેલની પ્રતિક્રિયા

તો ભૂપેશ બઘેલ તરફથી પોતાના પુત્ર સામે દરોડાની કાર્યવાહી અંગે એક ટ્વીટ પણ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે 7 વર્ષથી એક ખોટો કેસ ચાલી રહ્યો છે, જેને કોર્ટમાં ફગાવી દેવામાં આવ્યો હતો, પરંતુ આજે EDના મહેમાનોએ પૂર્વ મુખ્યમંત્રી, કોંગ્રેસના મહાસચિવ ભૂપેશ બઘેલના ભિલાઈ નિવાસસ્થામાં એન્ટ્ર કરી. જો કોઈ આ ષડયંત્ર દ્વારા પંજાબમાં કોંગ્રેસને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે તો તે ગેરસમજ છે.

ભૂપેશ બઘેલ જ્યારે મુખ્યમંત્રી હતા, ત્યારે છત્તીસગઢમાં એક દારૂ કૌભાંડ પ્રકાશમાં આવ્યો હતો, જેમાં તેમના પર પણ સંડોવણીનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ કૌભાંડ આશરે 2161 કરોડ રૂપિયાનો હોવાનું કહેવામાં આવે છે. ED આ મામલે તપાસ કરી રહી છે અને આ મામલો કોર્ટમાં છે. ભૂપેશ બઘેલ 2018 થી 2023 દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી હતા. 2023ની વિધાનસભા ચૂંટણીમાં, કોંગ્રેસે તેમના ચહેરા પર ચૂંટણી લડી હતી, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો.


મહાદેવ એપ કૌભાંડમાં પણ ભૂપેશ બઘેલ આરોપી

મહાદેવ એપ કૌભાંડમાં પણ ભૂપેશ બઘેલ આરોપી

મુખ્યમંત્રી રહેવા દરમિયાન ભૂપેશ બઘેલ પર વધુ બે આરોપો લગાવવામાં આવ્યા હતા. મહાદેવ સટ્ટા એપ અને કોલસા લેવી કૌભાંડમાં ગોટાળાની ચર્ચા થઈ હતી અને આ કૌભાંડમાં કોંગ્રેસના વર્તમાન મહાસચિવ ભૂપેશ બઘેલની સંડોવણી અંગે ચર્ચા થઈ હતી. કોલસા લેવી કૌભાંડ પણ લગભગ રૂ. 570 કરોડનો હોવાનું કહેવાય છે અને તેની તપાસ ચાલી રહી છે. આ આરોપોને કારણે, ભૂપેશ બઘેલને 2024ની લોકસભા ચૂંટણીમાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top