સુરતીઓ વરસાદમાં બિન્દાસ્ત ઘરે ભજીયા બનાવો, કારણ ઘટી ગયા છે તેલના ભાવ

સુરતીઓ વરસાદમાં બિન્દાસ્ત ઘરે ભજીયા બનાવો, કારણ ઘટી ગયા છે તેલના ભાવ

07/05/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતીઓ વરસાદમાં બિન્દાસ્ત ઘરે ભજીયા બનાવો, કારણ ઘટી ગયા છે તેલના ભાવ

તેલના ભાવમાં સતત વધઘટ ચાલતી રહે છે. ચોમાસાની મોસમ આવી છે ત્યારે ખાદ્યતેલના ભાવમાં ફરી ભાવ ઘટાડો થયો છે. સીંગતેલ, કપાસિયા તેલ સહિતના મુખ્ય તેલોમાં 20 થી લઈ અને 40 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. તો પામોલિન તેલના ભાવ ઘટવાને કારણે મુખ્ય તેલના ભાવોમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે હવે ચોમાસામાં તમે મન ભરીને ભજીયા ખાઈ શકશો.


હજી પાંચ દિવસ પહેલા 30 જૂનના રોજ તેલના ભાવમાં ભડકો થયો હતો. પરંતુ તેલના ભાવ એકાએક ઘટી ગયા છે. તેલના ભાવ ઘટાડા માટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કારણો જવાબદાર છે. જેનુ કારણ પામોલિન તેલના ઘટેલા ભાવ છે. હાલમા ઈન્ડોનેશિયામાં પામોલિન તેલની નવી સીઝન શરૂ થઈ છે. તેથી તેલની આવક વધતા તેલના ભાવ પણ ઘટ્યા છે. લગભગ 8 ટકાના ઘટાડાથી મલેશિયા એક્સચેન્જ પર તેલના ભાવમાં મોટો ઘટાડો થયો છે. વૈશ્વિક બજારમાં પણ તેલના ભાવમાં ઘટાડો થયો છે. આ ઘટાડાની અસર અન્ય તેલના ભાવ પર પડી છે. સ્થાનિક તેલના ભાવ પર સરકારે પહેલેથી જ અંકુશ મૂક્યા છે. ત્યારે આયાતી તેલના ભાવમાં એક મહિનામાં ઘટાડો થયો છે. ઘટાડા બાદ પણ સિંગતેલનો ડબ્બો 2725 રૂપિયા રહ્યો છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top