સુરતમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ સૌથી પહેલો હનુમાન ટેકરી ફ્લડ ગેટ બંધ કરાયો, કમિશનર અને અધ

સુરતમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ સૌથી પહેલો હનુમાન ટેકરી ફ્લડ ગેટ બંધ કરાયો, કમિશનર અને અધિકારીઓ...

09/18/2023 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં ઉકાઈ ડેમમાંથી પાણી છોડાયા બાદ સૌથી પહેલો હનુમાન ટેકરી ફ્લડ ગેટ બંધ કરાયો, કમિશનર અને અધ

સુરતમાં ગઈકાલે કાપી નદીમાં પાણી છોડ્યા બાદ સૌથી પહેલો હનુમાન ટેકરી ફરગેટ બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ મોડી રાત્રી થી વહેલી સવાર સુધીમાં પાંચ જેટલા ફ્લડ ગેટ બંધ કરાયા છે. આજે વહેલી સવારે પણ ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ચાલુ રહેતા પાલિકા કમિશનર શાલીની અગ્રવાલ, દક્ષેશ માવાણી, સ્થાયી અધ્યક્ષ રાજન પટેલ, સહિતની અધિકારી અને પદાધિકારી ની ટીમ સાથે રાંદેર ઝોનના અધિકારીઓ પણ હનુમાન ટેકરી ફ્લડગેટ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

કમિશનર શાલીની અગ્રવાલ એ જણાવ્યું હતું કે, તાપી નદીમાં પાણી છોડવામાં આવતા હાલ પાંચ જેટલા ફ્લડ ગેટ બંધ કરવામાં આવ્યા છે. તમામ ઝોનને એલર્ટ રહેવા માટે સૂચના આપી દેવામાં આવી છે. ફ્લડ ગેટ બંધ થયા છે ત્યાં ડી વોટરિંગ પંપથી પાણી ઉલેચવા આવી રહ્યું છે. પાલિકાની ફાયરની ટીમને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.પાલિકા તંત્ર ઉકાઈ ડેમની સપાટી અને છોડવામાં આવી રહેલા પાણી પર સતત નજર રાખી રહ્યું છે.


રેવા નગરમાં રાત્રે 12:00 વાગે અસરગ્રસ્તોને મહાદેવ નગર પ્રાથમિક શાળામાં ખસેડાયા

રેવા નગરમાં રાત્રે 12:00 વાગે અસરગ્રસ્તોને મહાદેવ નગર પ્રાથમિક શાળામાં ખસેડાયા

સુરતમાંથી પસાર થતી તાપી નદી ઉપર બનેલા ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા તબક્કાવાર પાણી છોડવામાં આવી રહ્યો છે. ઉકાઈ ડેમમાંથી ત્રણ લાખથી વધારે પાણી છોડાતા મોડી રાત્રે આ પાણી અડાજન ખાતે આવેલા રેવા નગરમાં પ્રવેશ્યા હતા. આ અંગેની જાણ થતા પાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ એક્શન મોડમાં આવી ગયા હતા. રાત્રિના બાર વાગ્યા પછી રહેવાનગરના અસરગ્રસ્તોનું સ્થળાંતર કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. અસલ પ્રશ્નોને અડાજન નજીક આવેલી મહાદેવ નગર પ્રાથમિક શાળામાં હાલ પૂરતા ખસેડાયા છે.  પાલિકા તંત્ર સતત તાપી નદીની સપાટી અને ઉકાઈ ડેમની સપાટી પર નજર રાખી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top