Gujarat: આ જગ્યાએથી પહેલી વખત હાઈબ્રીડ ગાંજો પકડાયો, 20 વર્ષીય યુવકની ધરપકડ

Gujarat: આ જગ્યાએથી પહેલી વખત હાઈબ્રીડ ગાંજો પકડાયો, 20 વર્ષીય યુવકની ધરપકડ

12/25/2024 Gujarat

SidhiKhabar

SidhiKhabar

Gujarat: આ જગ્યાએથી પહેલી વખત હાઈબ્રીડ ગાંજો પકડાયો, 20 વર્ષીય યુવકની ધરપકડ

Hybrid Marijuana In Vadodara: ગુજરાતમાં હવે યુવાધન નશાના રવાડે ચઢી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગુજરાતમાં સતત ગાંજો અને ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. થોડા દિવસ અગાઉ અમદાવાદથી હાઈબ્રીડ ગાંજાનો જથ્થો પકડાયો હતો. એ સમયે વિદેશથી હાઇબ્રીડ ગાંજાની અંતરરાષ્ટ્રીય હેરાફેરીનો પર્દાફાસ થયો હતો. હવે વધુ એક વખત હાઈબ્રીડ ગાંજો જ્હાદાપાયો છે.

અમદાવાદ બાદ વડોદરામાંથી પણ હાઈબ્રીડ ગાંજો પકડાયો છે. વડોદરાથી પહેલી વાર હાઈબ્રીડ ગાંજાની હેરાફેરી થતી પકડાઇ છે. 22 લાખના હાઈબ્રીડ ગાંજા સાથે આદીબ (ઉંમર 20 વર્ષ) નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે આરોપી પાસેથી 734 ગ્રામ હાઈબ્રીડ ગાંજો જપ્ત કર્યો છે. અમદાવાદની જેમ અહીં પણ હાઈબ્રીડ ગાંજાના સપ્લાયનું વિદેશ કનેક્શન સામે આવે તેવી આશંકા છે.


હાઇબ્રીડ ગાંજાનું વેચાણ થતી હોવાની બાતમી મળી હતી

હાઇબ્રીડ ગાંજાનું વેચાણ થતી હોવાની બાતમી મળી હતી

SOGના PI એસ.ડી. રાતડાને તાંદળજા વિસ્તારમાં આવેલી બેસિલ સ્કૂલ સામે શકીલ પાર્કમાં રહેતો આદિમ અબ્દુલ પટેલ હાઇબ્રીડ ગાંજાનું વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેથી પોલીસે દરોડા પડ્યા હતા. આ દરમિયાન સર્ચ ઓપરેશન હાથ ધરાતા કુલ 734 ગ્રામ વિદેશી હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે હાઈબ્રીડ ગાંજો, મોબાઈલ ફોન અને અન્ય વસ્તુઓ સાથે મળીને કુલ 22,43,700નો મુદ્દામાલ કબજે કર્યો હતો.


આરોપીનો પિતા પણ ગુનાખોરીના નેટવર્કમાં

આરોપીનો પિતા પણ ગુનાખોરીના નેટવર્કમાં

મીડિયા રિપોર્ટ મુજબ, આરોપીનો પિતા પણ આ જ ગુનાખોરીના નેટવર્કમાં સંડોવાયેલો છે. પોલીસે આરોપીના ફરાર પિતાને પકડવા ચક્રો કર્યા ગતિમાન કર્યા છે. અગાઉ પણ આરોપીનો પિતા 5 કિલો ગાંજા સાથે પકડાયો હતો. 2020માં પણ આરોપી ગાંજા સાથે પકડાયો હતો. ત્યારે પણ આદીબને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top