India Vs Australia 5th Test: આ પૂર્વ ક્રિકેટર બોલ્યા-રોહિત શર્મા પોતાની જાતે જ પ્લેઇંગ XIમાંથી બહાર થઇ જાય
Atul Wassan on Rohit Sharma: મેલબર્ન ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમની હારની દરેક જગ્યાએ ટીકા થઇ રહી છે. કેપ્ટન રોહિત શર્મા દરેકના નિશાના પર છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અતુલ વાસને સૂચવ્યું છે કે ભારતે ટેસ્ટ મેચ જીતવા માટે પોતાની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન સાથે જવું જોઇએ. તેણે ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહેલા રોહિત શર્માને પોતાની જોતા જ બહાર થઇ જવાની સલાહ આપી છે.
રોહિત શર્માની કેપ્ટન્સીમાં ઓસ્ટ્રેલિયા સામે બૉર્ડર ગાવસ્કર ટ્રોફી રમી રહેલી ભારતીય ટીમ હાલમાં 1-2થી પાછળ છે. ચોથી ટેસ્ટ મેચ જીતીને પેટ કમિન્સની ટીમે શ્રેણીમાં એટલી સરસાઇ મેળવી લીધી કે ત્યારબાદ તેઓ ટ્રોફી નહીં ગુમાવે. પોતાની આક્રમક બેટિંગ માટે પ્રખ્યાત રોહિત શર્મા હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં સંઘર્ષ કરી રહ્યો છે. સીરિઝની 3 મેચમાં તેણે માત્ર 31 રન જ બનાવ્યા છે. મેલબર્ન ટેસ્ટમાં હાર બાદ તેને બહાર કરવાની માગ વધુ તેજ થઇ ગઇ છે.
અતુલ વાસનનું માનવું છે કે 37 વર્ષીય રોહિત શર્માને દરેકના હિતને ધ્યાનમાં રાખીને સાહસિક નિર્ણય લેવો જોઇએ. તેણે ઓસ્ટ્રેલિયા સામે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 3 જાન્યુઆરીથી શરૂ થનારી નવા વર્ષની અંતિમ ટેસ્ટ માટે ટીમમાંથી પોતાને બાકાત રાખવો જોઇએ. વાસને ANIને કહ્યું કે, “મને દુઃખ થાય છે. તે આટલો મોટો ખેલાડી છે. તેને સંઘર્ષ કરતો જોવો દુઃખદ છે.
આ તમારી કારકિર્દીનો અંત છે. જુઓ શું થાય છે… જો તમે તેને ખૂબ મોડેથી છોડો છો કારણ કે ત્યાં લાખો ચાહકો છે અને મને ખબર છે કે આજે મને ખૂબ ગાળો મળશે– જે ચાહકો ત્યાં છે, તેઓ તેમના પસંદગીના ખેલાડીઓને સંઘર્ષ કરતો જોવાની યાદોને વળગી રહેશે. એક પ્રશંસક હોવાના કારણે, તમે ક્યારેય નહીં ઇચ્છો કે આટલો મહાન ખેલાડી આ યાદો સાથે રમત છોડી દે.
તેમણે કહ્યું કે, ખાસ કરીને રોહિત શર્મા માટે આ ખૂબ મુશ્કેલ નિર્ણય હશે. તે એ વાતથી સારી રીતે વાકેફ છે કે તેણે મહાન ભારતીય ખેલાડીઓની યાદીમાં જગ્યા બનાવી લીધી છે, પરંતુ અત્યારે તે સંઘર્ષ કરી રહ્યો છે. ઓકે ઠીક છે, હું પોતાની જાતને પ્લેઇંગ ઇલેવનમાંથી બહાર કરું છું, એક કેપ્ટન તરીકે જો તે પોતે આવું કહે તો તે દરેક તરફથી વધુ સન્માન મેળવશે. આમ કરવાથી શું થશે? ટીમની રમતમાં તમારે શ્રેષ્ઠ 11 ખેલાડીઓની પસંદગી કરવી પડશે અને પછી તેમાંથી તમારો કેપ્ટન પસંદ કરવો પડશે. આ સિવાય બીજો કોઇ રસ્તો હોતો નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp