બોલો! પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન પાકિસ્તાન ટીમ નહીં, પણ ઇંગ્લેન્ડના ખરાબ પ્રદર્શનથી નારાજ

બોલો! પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન પાકિસ્તાન ટીમ નહીં, પણ ઇંગ્લેન્ડના ખરાબ પ્રદર્શનથી નારાજ

03/01/2025 Sports

SidhiKhabar

SidhiKhabar

બોલો! પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન પાકિસ્તાન ટીમ નહીં, પણ ઇંગ્લેન્ડના ખરાબ પ્રદર્શનથી નારાજ

યજમાન પાકિસ્તાની ટીમ ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના લીગ તબક્કામાંથી બહાર થઈ ગઈ છે. રિઝવાન સેના હાલમાં ઘણી ટીકાઓનો સામનો કરી રહી છે. હાલમાં પાકિસ્તાની ટીમ, ક્રિકેટ નિષ્ણાતો અને ચાહકોના નિશાના પર હોય તેવું લાગે છે. આવા સમયે, ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન આસિફ ઇકબાલ પોતાની ટીમને લઈને નહીં પરંતુ અંગ્રેજી ટીમના ખરાબ પ્રદર્શનથી પરેશાન છે.


આસિફ ઇકબાલ ઇંગ્લેન્ડ ટીમના પ્રદર્શનથી નારાજ છે

આસિફ ઇકબાલ ઇંગ્લેન્ડ ટીમના પ્રદર્શનથી નારાજ છે

પાકિસ્તાની ટીમની સાથે જ, ઇંગ્લેન્ડની ટીમ પણ લીગ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ છે. ટીમની શરમજનક હાર બાદ, ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે કેપ્ટનશીપ છોડી દીધી છે. આ દરમિયાન, ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન આસિફ ઇકબાલે કહ્યું કે ઇંગ્લેન્ડ ટીમના ખરાબ પ્રદર્શન પર કોઈ વાત કેમ નથી કરી રહ્યું? આસિફ ઇકબાલનું માનવું છે કે હાલમાં પાકિસ્તાની ટીમમાં કંઈ ખોટું નથી. ઇકબાલના મતે, અન્ય ટીમો હાલમના સમયમાં પાકિસ્તાન કરતા વધુ સારી રીતે રમી રહી છે, જેના કારણે તેમની ટીમ હારનો સામનો કરી રહી છે. તો, ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કર્યા બાદ પણ હારી રહી છે અને લક્ષ્યનો પીછો કરવામાં પણ સફળ થઈ રહી નથી.


ઈકબાલે ભારત સામેની હાર પર પણ વાત કરી

ઈકબાલે ભારત સામેની હાર પર પણ વાત કરી

પાકિસ્તાનની ટીમ માટે 58 ટેસ્ટ અને 10 વન-ડે રમનાર આસિફ ઇકબાલ અત્યારે 82 વર્ષના થઇ ચૂક્યા છે. તેઓ 1964 થી 1980 સુધી પાકિસ્તાન ટીમ માટે રમ્યા હતા. ભારત સામે પાકિસ્તાનને મળેલી હાર પર વાત કરતા ઇકબાલે કહ્યું કે, 'અમે બોલિંગ, બેટિંગ અને ફિલ્ડિંગમાં ભારતથી પાછળ રહી ગયા. ટોસ જીતવા સિવાય પાકિસ્તાન ટીમ માટે કંઈ સારું થયું નહીં. આ સાથે આસિફ ઇકબાલે શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયરની પણ પ્રશંસા કરી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top